ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી બૉન્ડઃ સુપ્રીમ કોર્ટે SBIને માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો

Text To Speech

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ ગણાવીને તેની માન્યતા રદ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાને આદેશ આપ્યો છે. SBIને 5 વર્ષ પહેલાં ચૂંટણી બૉન્ડ સ્કીમની શરૂઆતથી લઈને અત્યાર સુધી કયા પક્ષને કેટલા ઈલેક્ટોરલ બૉન્ડ જારી કર્યા છે તેની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. SCના આદેશ પ્રમાણે, SBIએ ત્રણ સપ્તાહની અંદર ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજકીય પક્ષોએ મેળવેલા દાનની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત, સુપ્રીમે SBIને તેની વેબસાઈટ પર ચૂંટણી બૉન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

કોર્ટે બૉન્ડની રકમ ખરીદનારના ખાતામાં પરત કરવા જણાવ્યું

CJI DY ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા. SBIએ રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બૉન્ડની વિગતો પણ સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ઈલેક્ટોરલ બૉન્ડની રોકડ રકમ ખરીદનારના ખાતામાં પરત કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- કોર્પોરેટ ડોનર્સની માહિતી ચૂંટણી બૉન્ડ દ્વારા જાહેર કરવી જોઈએ. કારણ કે કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતું ચૂંટણી દાન સંપૂર્ણપણે ‘લાભના બદલામાં લાભ’ની શક્યતા પર આધારિત છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમને માન્યતા રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેના નિર્ણયમાં એ પણ સ્વીકાર્યું કે ચૂંટણી બૉન્ડની ગુપ્તતા કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ચૂંટણી બૉન્ડ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને બ્લેક મનીને કાબૂમાં લેવાનો એકમાત્ર રસ્તો નથી. સુપ્રીમ કોર્ટે બેંકોને ઈલેક્ટોરલ બૉન્ડનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કહ્યું: દાન વિશે માહિતી ન આપવી ગેરબંધારણીય

Back to top button