બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ, શંકર ચૌધરીએ પહેલીવાર ગેનીબેનનું નામ લીધા વગર આપ્યો જવાબ
- ગેનીબેન ઠાકોર દ્વારા વારંવાર શંકર ચૌધરીના નામને લઈ ટિપ્પણી
- એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની
- લોકો મને આવીને કહે છે કે શંકરભાઈ શું આ ડેરીની ચૂંટણી છે? : શંકર ચૌધરી
બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ શરૂ થયો છે. જેમાં શંકર ચૌધરીએ પહેલીવાર ગેનીબેનનું નામ લીધા વગર જવાબ આપ્યો છે. તેમજ શંકર ચૌધરી જણાવ્યું છે કે લોકો મને આવીને કહે છે કે શંકરભાઈ શું આ ડેરીની ચૂંટણી છે? એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની. એના કારણે ડેરીમાં એકપણ ડિરેક્ટરનો ફેરફાર ના થઈ શકે.
આ પણ વાંચો: ગુજરાત: પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવવાની અટકળો તેજ
ગેનીબેન ઠાકોર દ્વારા વારંવાર શંકર ચૌધરીના નામને લઈ ટિપ્પણી
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીના જંગમાં ગેનીબેન ઠાકોર દ્વારા વારંવાર શંકર ચૌધરીના નામને લઈ ટિપ્પણી કરવામાં આવે છે. જ્યાં આ વચ્ચે લોકસભા ચૂંટણીમાં શંકર ચૌધરીનો ગેનીબેનને જવાબ આપવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની ? જ્યારથી કોંગ્રેસ દ્વારા ગેનીબેનને બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે ત્યારથી જ તેમના દ્વારા નામ લીધા વગર શંકર ચૌધરી પર અને બનાસ ડેરી પર ટિપ્પણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે શંકર ચૌધરીએ ગેનીબેનનું નામ લીધા વગર આડેહાથ લેતાં કહ્યું કે, લોકો મને આવીને કહે છે કે શંકરભાઈ શું આ ડેરીની ચૂંટણી છે?
આ પણ વાંચો: ગુજરાત: આ ચાર જિલ્લામાં જળાશયોના પાણીની ઘટથી લોકોમાં ચિંતા ઉભી થઈ
એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની
આ સાથે જ તેમણે કહ્યું કે, એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની. તેમજ એના કારણે ડેરીમાં એકપણ ડિરેક્ટરનો ફેરફાર ના થઈ શકે. એમની પાસે બીજો કોઈ એજન્ડા જ નથી આથી ડેરી – ડેરી કરી રહ્યા છે. હવે એમને બિચારાને કહેવું શું એટલે ડેરીને વચ્ચે લાવે છે? શું એ કહી શકે છે કે નરેન્દ્ર મોદી માટે?