ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો, 11 નેતાઓનો વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ થયો ફાઇનલ
ગુજરાતમાં ચૂંટણીને લઈને નેતાઓએ ધામા નાખ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, અરવલ્લી, પંચમહાલમાં નેતાઓનો પ્રચાર શરૂ થયો છે. તેવામાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ અને આણંદમાં પ્રચાર કરશે. તથા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદમાં છે. મલ્લિકાર્જુન ખડગેએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમજ કોંગ્રેસ ભવનમાં બેઠક અને બાદમાં પત્રકાર પરિષદ કરી છે.
દાહોદમાં દર્શના જરદોશ ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે
ભાવનગરમાં કિરણ રીજીજુ કોર્ટ બિલ્ડિંગનું ખાતમુહુર્ત કરશે. તથા સામાજિક અધિકારીતા મંત્રી અશ્વિન કુમાર હાલોલમાં તથા દાહોદમાં દર્શના જરદોશ ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે. તથા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં ડબલ એન્જીન સરકાર યુવા સંવાદ કાર્યક્રમ કર્યો છે. તેની સામે અમદવાદમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આવ્યા છે. તેમજ વડોદરા જી.એસ.એફ.સી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા પાવર અને હેવી ઇન્ડસ્ટ્રીના રાજ્ય મંત્રી કૃષ્ણ લાલ ગુર્જર આવશે. તથા અમરેલીમાં ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમરેલી જિલ્લાની 98 રાજુલા વિધાન સભામાં પહોંચશે.
સાધ્વી નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકામાં સભા ગજવશે
ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરણ રીજીજુ કરશે. તથા અરવલ્લીમાં કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ મોડાસા વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવશે. જેમાં પંચમહાલ ખાતે સામાજિક અધિકારીતા મંત્રી અશ્વિન કુમાર હાલોલમાં તથા આણંદમાં કેન્દ્રીયરેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો કાર્યક્રમ છે. તથા અમદાવાદમાં સાધ્વી નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકામાં સભા ગજવશે.
અમદાવાદમાં હર્ષ સંઘવી આવ્યા
દાહોદમાં પીપલોદ ઓવર બ્રીજનું ખાતમુહુર્ત કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે અને દર્શનાબેન જરદોશના વરદ હસ્તે કરવામાં આવશે. તથા અમદાવાદમાં હર્ષ સંઘવી આવ્યા છે. તથા એલ.ડી. કોલેજમાં પરષોત્તમ રૂપાળા કાર્યક્રમ કરશે.