ચૂંટણી 2022 : ડીસાના માલગઢમાં પ્રવીણ માળીનું મોબાઈલની લાઈટ ચાલુ કરી સ્વાગત
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 13- ડીસા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો પ્રચારના અંતિમ ચરણના તબક્કામાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ડીસા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડતા સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજીના માળીના પુત્ર પ્રવીણભાઈ માળીને ગ્રામ્ય વિસ્તારમાં મતદારો દ્વારા વ્યાપક આવકાર મળી રહ્યો છે.
ફુલના હાર પહેરાવી અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા બનાસ નદીને અડીને આવેલ માલગઢ વિસ્તાર જ્યાં માળીના સમાજના બહુમતી લોકો વસે છે ત્યાં પ્રવીણભાઈ માળીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રવીણભાઈ માળી જ્યારે સભા સ્થળે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત રહેલ લોકોએ પોતાના મોબાઇલની લાઈટો ચાલુ કરીને વ્યાપક જન સમર્થન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વિકાસ અને સમૃદ્ધિ માટે કામ કરતા ભાજપ ઉમેદવારને જંગી મતદાન કરીને એક કમળ ગાંધીનગર મોકલવા માટે સૌને વિનંતી કરી હતી. આ અગાઉ તેઓની ડીસા તાલુકાના થેરવાડા બાઈવાડા જાવલ ગુગળ રોબસ માં સભા યોજાઈ હતી.જેમાં હજારો મતદારો એ ભાજપ સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો.
આ પણ વાંચો : વોટ આપો કે ન આપો મારા ઘરના દરવાજા સમાજ માટે ખુલ્લા રહેશે : પ્રવીણ માળી