ચૂંટણી 2022 : કાલે બીજા તબક્કાના મતદાન પહેલા કમલમ ખાતે યોજાયેલ બેઠક પૂર્ણ, જાણો શું ચર્ચા કરાઈ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તેને લઈને તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાલે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગજજો મતદાન કરવાના છે. તેને લઈને તેઓ હાલ ગુજરાતમાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગાંધીનગર કમલમ ખાતે એક બેઠક મળી હતી. જે પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં કાલે મતદારોને વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવા અને ઘરમાંથી બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં મતદાનમાં થયેલા ઘટાડા અંગે ચર્ચા કરાઈ
આ ઉપરાંત પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર થયેલા મતદાનમાં ઘટાડો થયો હોય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મતદાન કરવામાં શા માટે મતદતાઓએ નિરસ્તા દર્શાવી તે અંગે પણ અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે થનાર મતદાનમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગે કાર્યકરોને તાકીદ કરવામાં આવી હતી.