ચૂંટણી 2022 : થરાદમાં શંકરભાઈ, તો દિયોદરમાં કેશાજી વિજયી બન્યા


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પૈકીની થરાદ બેઠક ઉપર રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૂંટણી લડતા હોવાથી આ બેઠક ‘હોટ’ બની ગઈ હતી. અને તેની ચર્ચા વધુને વધુ ચૂંટણી દરમિયાન થઈ રહી હતી. ત્યારે આ બેઠક 2022 ની આ ચૂંટણીમાં ભાજપ એ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ બેઠક પર શંકરભાઈ ચૌધરીની જીત થઈ છે.
તો દિયોદરમાં રાજ્યના પૂર્વ મંત્રી (ઠાકોર) ભાજપના ઉમેદવાર હતા. જેમની સીધી ટક્કર કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર શીવાભાઈ ભુરીયા સામે હતી. આ બેઠક પણ કોંગ્રેસ પાસેથી ભાજપ એ સેરવી લીધી છે. અહીંયા કેશાજી ચૌહાણ વિજય બન્યા છે. કોંગ્રેસની આ બંને બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. જેને લઈને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે તો કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હારની જવાબદારી કબુલી કોંગ્રેસ રાજ્ય પ્રભારીએ આપ્યુ રાજીનામુ