ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022
ચૂંટણી 2022 : ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મચારીઓનું ડીસામાં યોજાયું મતદાન


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક ઉપર આગામી 5 ડિસેમ્બર’22 ના રોજ મતદાન યોજાનાર છે. જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ ચૂંટણીમાં જે કર્મચારીઓને ચૂંટણી ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે તેઓનું શનિવારે મતદાન યોજવામાં આવ્યું હતું.
અહીંની એસ. સી. ડબલ્યુ. હાઇસ્કુલ ખાતે મત કુટીર ઊભી કરવામાં આવી હતી. જ્યાં ડીસા નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક મતદાનના મતદાન બુથ અલગ અલગ ગોઠવવામાં આવ્યા હતા. જ્યાં ચૂંટણી ફરજ પર જનાર કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. આવતીકાલે રવિવારે પોલીસ તંત્રનું મતદાન યોજાનાર છે.