ચૂંટણી 2022 : બંધારણ દિવસે ડીસા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાઈ મતદાન જાગૃતિ રેલી
પાલનપુર : ડીસાની ડી.એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિબેન પટેલ દ્વારા આચાર્ય રાજુભાઇ રબારીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ માટેની રેલી કાઢવામાં આવી હતી. 5મી ડિસેમ્બરે આપણે ત્યાં વિધાનસભા ની ચૂંટણી છે ત્યારે દરેકે દરેક નાગરિક કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદ વિના અચૂક મતદાન કરે એ આ રેલી નો હેતુ હતો. આજે 26 નવેમ્બર બંધારણ દિવસ પણ ખરા.
જેના અનુસંધાને રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. તેજસ આઝાદે રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને બંધારણ ક્યારથી અમલમાં આવ્યું તેના ઇતિહાસની વાત કરતા લોકશાહીમાં દરેક નાગરિક ના હક અને ફરજને દર્શાવી લોકશાહીને વધુ મજબૂત કરવા અવશ્ય મતદાન કરવું જોઈએ .તેની વાત કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી ડિસા કોલેજથી નીકળી બગીચા, ગાંધીજીના પૂતળા, ફાયરબ્રિગેડ ઓફીસ, એસ. સી. ડબ્લ્યુ. હાઇસ્કૂલ, પટેલ સોસાયટી, કચ્છી કોલોની થઈને કોલેજ પરત ફરી હતી. આમ સમસ્ત ડીસાના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ રેલીમાં એન એસ. એસ. ના 60 સ્વયંસેવક ભાઈ -બહેન તથા 10 અધ્યાપકો એમ કુલ 70 લોકો જોડાયા હતા. રેલીને સફળ બનાવવામાં પ્રો. ડો. મિતલ એન . વેકરિયા, પ્રો દિવ્યા જી. પિલ્લાઇ , પ્રો. પ્રિતુ વસાવા, પ્રો. નવનીત રાણા, પ્રો વિશ્વાસ પ્રજાપતિ, પ્રો અવિનાશભાઈ, પ્રો. સેજલબેન, નંદુભાઈ, મુકેશભાઈ,કૌશિકભાઈ તથા ભૂતપૂર્વ એન. એસ. એસ. સ્વયંસેવક કારણ સોલંકી એ સહયોગ આપ્યો હતો.