ચૂંટણી 2022 : થરાદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ નોંધાવી ઉમેદવારી
પાલનપુર : ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી તેમજ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદ ખાતે વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.થરાદ ગાયત્રી વિદ્યાલયમાં યોજાયેલી સભામાં વિશાળ જનમેદની ની વચ્ચે થરાદની જનતાને ત્રણ વચનો આપ્યા હતા.
થરાદની જનતાને ત્રણ વચનો
1 .થરાદ ખાતે GIDC બનાવવામાં આવશે
2.થરાદનાં પાણીથી વંચિત 97 ગામોને પાણી આપવાનું વચન
3.મોટા શહેરોમાં ચાલતી શહેરોની હરોળમાં થરાદને પહોચાડવાની વાત
થરાદ પ્રાંત ઓફીસ ખાતે ઉમેદવારી પત્ર ભર્યુ
આ સભામાં પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી હરીભાઇ, સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ, ગજેન્દ્રસિંહ રાણા, વાવનાં ભાજપનાં ઉમેદવાર સ્વરુપ ઠાકોર, ડીસાના ઉમેદવાર પ્રવીણ માળી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગાયત્રી વિદ્યાલયની સભા બાદ થરાદ પ્રાંત ઓફીસ ખાતે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
આ પણ વાંચો : અમદાવાદઃ પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયે તોડફોડ, ભરતસિંહનો વિરોધ