ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ચૂંટણી 2022 : બનાસકાંઠાની 9 બેઠક માટે 105 ઉમેદવારી પત્રો રહ્યા માન્ય

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણી માટે કુલ 133 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂ થયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 105 જેટલા ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જોકે નવ બેઠક માટે 133 ઉમેદવારોએ હોય કુલ 193 જેટલા ઉમેદવારી ફોર્મ ભરીને રજુ કર્યા હતા.

કુલ 28 જેટલા ઉમેદવારી પત્રો રદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક માટે કુલ 193 જેટલા ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતા. જેમાં 133 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુ કર્યા હતા. જ્યારે 18 નવેમ્બર22ના રોજ યોજાયેલી ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંતે કુલ 28 જેટલા ઉમેદવારી પત્રો રદ થયા છે. અને હવે 105 જેટલા ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે.

જેમાં બેઠક વાઇસ જોવા જઈએ તો વાવ-7, થરાદ -18, ધાનેરા- 14, દાંતા- 5, વડગામ -12, પાલનપુર -14, ડીસા -15, દિયોદર -11, અને કાંકરેજ માં 9 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે થરાદ બેઠક પર 18 અને સૌથી ઓછા દાંતા બેઠક ઉપર પાંચ ઉમેદવારીપત્ર માન્ય રહ્યા છે. હવે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2022 છે. ત્યારે કેટલા ઉમેદવારી પત્ર પરત ખેંચાય છે તે જોવું રહ્યું અને ત્યારબાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં રહે છે.

આ પણ વાંચો : ભાજપ નારાજ આગેવાનોની માંગણી રંગેચંગે સ્વીકારવા તૈયાર : જુગલજી ઠાકોર

Back to top button