ખેલ પડી ગયો, અપક્ષ અને AAPના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે!
ગુજરાતમાં મુખ્યમંત્રીની શપથ પહેલા ખેલ પડી ગયો છે. જેમાં અપક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. તેમાં ત્રણેય પદનામીત ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલ છે. જેમાં ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઇ ભાજપમાં જોડાશે. તથા ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી લીધો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: ગોવાથી સીધા PM મોદી આજે ગુજરાત આવશે, મંત્રી મંડળમાં થઇ શકે છે મોટા ફેરફાર
ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી નિર્ણય લીધો
ઉલ્લેખનીય છે કે બાયડ બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ 2017 માં હારી ગયેલા અને 2022 માં અપક્ષ તરીકે લડેલાં ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે એવી ચર્ચા થઇ રહી છે. જેમાં ભાજપે ચૂંટણી બાદ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. તેમાં અપક્ષ ચૂંટાયેલા 3 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જેમાં ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. તથા તેમની સાથે માવજી દેસાઇ પણ ભાજપ આવી જશે. ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: કોરોનામાંથી સાજા થયેલા દર્દીને થઇ રહી છે આ ગંભીર બીમારી
ભૂપત ભાયાણી એકલા જાય તો પક્ષાંતર ધારો લાગી શકે છે
આમ આદમી પાર્ટીનો મોટો દાવો બાકીના ચાર ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. પણ સૂત્રો દ્વારા માહિતી છે કે AAPના મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જાય છે. જો તમામ ધારાસભ્યો ન જાય તો પક્ષાંતર ધારો લાગે જેમાં ભૂપત ભાયાણી એકલા જાય તો પક્ષાંતર ધારો લાગી શકે છે. તથા નિયમ પ્રમાણે ભૂપત ભાયાણીએ રાજીનામું આપવું પડશે. તેમકે પક્ષપલટો કરતા પહેલા રાજીનામુ આપવું પડશે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર
જનતા અને કાર્યકરો કહેશે તેમ કરીશ
ભૂપત ભાયાણીએ આ વિશે વાત કરતા જણાવ્યું છે કે ભાજપમાં જોડાવાની વાત અફવા છે. મેં હજુ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. ગાંધીનગર મારા કામથી આવ્યો છુ. પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત હતી. મારે હજુ જનતાને મળવાનું બાકી છે. વિજય રૂપાણી સાથે મારે પારિવારીક સંબંધ છે. જનતા અને કાર્યકરો કહેશે તેમ કરીશ. તથા ના જોડાઉ તો પાણી સિંચાઈનુ પાણી ના મળે. PM મોદીએ દેશની શાન વધારી છે. હું AAPથી નારાજ નથી.