ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

એરપોર્ટ પર વૃદ્ધને આવ્યો હાર્ટ એટેક: મહિલાએ આપ્યું જીવનદાન, જૂઓ વીડિયો

  • કોઈપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિમાં લોકોની ઝડપી વિચારસરણી ઘણીવાર ખૂબ અસરકારક સાબિત થાય છે 

નવી દિલ્હી, 18 જુલાઇ: કોઈપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિમાં, અફરાતફરી અને ગભરાટના કારણે વસ્તુઓ બગડી જાય છે. પરંતુ ઘણી વખત લોકોની ઝડપી વિચારસરણી એટલી અસરકારક સાબિત થાય છે કે તેઓ મૃત્યુ પામનાર વ્યક્તિને બચાવી લે છે. તાજેતરમાં કઇંક આવું જ થયું છે. દિલ્હીના IGI એરપોર્ટ પરથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં, એક વૃદ્ધ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે IGI એરપોર્ટના ટર્મિનલ 2ના ફૂડ કોર્ટમાં જમીન પર પડી ગયો. આ જોઈને એક મહિલાએ તરત જ તેમને CPR આપવાનું શરૂ કર્યું. આખરે મહિલાએ તેનો જીવ બચાવી લીધો.

 

પાંચ મિનિટ રોકાયા વિના CPR આપ્યું

જે ઘટના બહાર આવી છે તેના વીડિયોમાં, એક વૃદ્ધ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે અને તે ટર્મિનલ 2ના ફૂડ કોર્ટમાં જમીન પર પડી જાય છે. આ જોઈને ત્યાં હાજર એક મહિલા ડૉક્ટરે તેને તરત જ CPR આપે છે. લગભગ પાંચ મિનિટ સુધી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યા બાદ તે ફરી ભાનમાં આવી જાય છે.

મહિલાને અને તમામ ડોકટરોને સલામ: યુઝર્સ 

વીડિયોમાં બેભાન પડેલા 60 વર્ષના વ્યક્તિની આસપાસ ભીડ છે અને મહિલા ડૉક્ટર તેને ઝડપથી CPR આપી રહી છે. પછી જાણે અચાનક તેનો શ્વાસ પાછો આવી ગયો. વાયરલ વીડિયોમાં મહિલા ડૉક્ટરના વખાણ કરતા લોકો થાકતા નથી. આ ઉપરાંત લોકો પણ દરેક જગ્યાએ ડૉકટરો અને દર્દીઓ પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ મહિલાને સલામ, તમામ ડોક્ટરોને સલામ.” બીજાએ લખ્યું કે, “આ દિવસ પછી આ મહિલા કેટલી શાંતિથી સૂઈ હશે.”

CPR શા માટે આપવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકના મોટાભાગના કેસોમાં પરિવારો CPRની સમજના અભાવે તેમના સ્વજનોનો જીવ બચાવી શકતા નથી. હાર્ટ એટેકના કિસ્સામાં, CPR એ પ્રાથમિક સારવાર છે અને તે યોગ્ય રીતે થવી જોઈએ. જેમાં, દર્દીની છાતી પર દબાણ નાખવામાં આવે છે.

હાર્ટ એટેક આવતા જ હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. ત્યારબાદ આ CPR દ્વારા હૃદયને લોહી પમ્પ કરવામાં મદદ મળે છે અને ઓક્સિજનયુક્ત લોહી શરીરના અન્ય ભાગોમાં પહોંચવા લાગે છે.

આ પણ જૂઓ: ગાયોની સામે જ મોરે કળા કરી, જોકે ગાય માતાને ન ગમ્યું, જૂઓ વીડિયો

Back to top button