મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ છે. ઉદ્ધવ ઠાકરે પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસમાં છે પરંતુ તેમના આ પ્રયાસ સફળ થતા નથી જોવા મળી રહ્યાં છે. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે પહોંચી ગયા છે. આ બધા વચ્ચે આજે ઉદ્ધવ ઠાકરેએ સવારે સાડા અગિયાર વાગે શિવસેના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે.
ધારાસભ્યોની સાથે સાંસદોનો પણ શિંદેને સાથ
મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે ગુવાહાટીમાં હાજર છે. વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ ક્રુપાલે પણ પોતાનું સમર્થન આપ્યું છે.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
— ANI (@ANI) June 23, 2022
ભાજપ હજુ પણ વેઈટ એન્ડ વોચમાં
ભાજપ હજુ પણ રાહ જોનાર દર્શકની ભૂમિકામાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યાં સુધી એકનાથ શિંદેનું જૂથ MVAમાંથી પોતાનું સમર્થન પાછું ન ખેંચે ત્યાં સુધી ભાજપ હંગામો નહીં કરે. આજે એકનાથ શિંદેનું જૂથ રાજ્યપાલને પત્ર આપીને એમવીએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવાની વાત કરી શકે છે. ત્યાર બાદ ભાજપ આગળના પગલાં લેશે. સૂત્રોનો દાવો છે કે ભાજપ તેની પ્રવૃત્તિઓ ત્યારે જ શરૂ કરશે જ્યારે બધું યોગ્ય રીતે કરવામાં આવશે જેથી ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન ન થાય.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે હોવાની ચર્ચા
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે રાતે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં રેડિસન બ્લ્યૂ હોટલમાં જઈને શિંદે જૂથને મળ્યા છે. એવી ચર્ચા છે કે બે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે ગુવાહાટી પહોંચ્યા છે. કહેવાય છે કે આ MLA મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સાથે સુરતથી ગુવાહાટી રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના MLAમાં ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ જેવા નામ સામેલ છે. 12 અન્ય ધારાસભ્યો પણ સંપર્કમાં
એવો દાવો થઈ રહ્યો છે કે મુંબઈથી વધુ ત્રણ વિધાયક બળવો પોકારીને શિંદે જૂથમાં જઈ શકે છે. જો આમ થશે તો શિંદે સાથે શિવસેનાના વિધાયકોની સંખ્યા 36 થઈ જશે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. અત્રે જણાવવાનું કે શિંદે જૂથે 34 વિધાયકોના હસ્તાક્ષર સાથે એક લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે એકનાથ શિંદે જ શિવસેના વિધાયક દળના નેતા છે.