ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં CM પર સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેએ કાર્યકર્તાઓને શું કરી અપીલ?

મુંબઈ, તા.26 નવેમ્બર, 2024: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. ફડણવીસ સોમવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા, ત્યારબાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. મુખ્યમંત્રી પદના મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરવા આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

એકનાથ શિંદેની પોસ્ટ બની ચર્ચાનું કેન્દ્ર

આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કાર્યકર્તાઓને તેમના નિવાસ સ્થાન કે અન્ય જગ્યાએ એકત્ર ન થવાની અપીલ કરી છે. શિંદેએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, મહાયુતિ ભવ્ય જીત બાદ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે. મહાયુતિના રૂપમાં અમે એક સાથે ચૂંટણી લડ્યા અને આજે પણ સાથે છીએ. મારા પ્રત્યેના પ્રેમના કારણે કેટલાક સમૂહોએ એક સાથે મુંબઈ આવવાની અપીલ કરી છે. હું તમારા પ્રેમ માટે આભારી છું. હું કોઈને પણ આ રીતે એક સાથે ન આવવા અને મારુ સમર્થન ન કરવાની અપીલ કરું છું. શિવસેનાના કાર્યકર્તા મારા નિવાસ સ્થાન કે અન્ય કોઈ જગ્યાએ મારું સમર્થન કરવા એકત્ર ન થાય તેવી મારી વિનંતી છે. મહાયુતિ એક મજબૂત અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે મજબૂત રહી છે અને આગળ પણ મજબૂત રહેશે.

શિવસેનાએ કર્યો બિહાર મોડલનો ઉલ્લેખ

શિવસેનાના પ્રવક્તા નરેશ મ્હાસ્કેએ બિહાર મોડલનો ઉલ્લેખ કરતા કહ્યું કે શિંદેએ મુખ્યમંત્રી તરીકે શરૂ રહેવું જોઈએ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ નીતીશ કુમારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અમારું માનવું છે કે શિંદેએ બિહારની જેમ મુખ્યમંત્રી બનવું જોઈએ, જ્યાં ભાજપે સંખ્યા જોઇ ન હતી, પરંતુ તેમ છતાં જેડી(યુ)ના નેતા નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. મહાયુતિના વરિષ્ઠ નેતાઓ નિર્ણય લેશે. શિવસેનાના ધારાસભ્યોની બેઠકમાં શિંદેને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ફડણવીસના પક્ષમાં છે આ વાત

ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 132 બેઠકો જીતી હતી, જે પાર્ટી માટે અત્યાર સુધીની સૌથી વધુ હતી, જ્યારે શિંદેના નેતૃત્વમાં શિવસેના જૂથને 57 બેઠકો મળી હતી. અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીને 41 બેઠકો મળી હતી. આ સાથે સત્તાધારી ગઠબંધન મહાયુતિએ રાજ્યની 288 બેઠકોમાંથી 230 બેઠકો પર જીત મેળવી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર : કોણ હશે નવા CM? શું હશે મહાયુતિની કેબિનેટની ફોર્મ્યુલા? જાણો શપથ સમારોહ ક્યારે થશે

Back to top button