દેવઉઠી એકાદશી પર આ રીતે કરો પૂજા,1000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થશે


દેવઉઠી એકાદશીને હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર માનવામાં આવે છે કારણ કે આ દિવસે બ્રહ્માંડના સર્જક ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘ પછી જાગે છે. આ એકાદશીને દેવઉઠી અગ્યારસ અને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ વર્ષે દેવઉઠી એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે અને તેની સાથે જ તમામ શુભ કાર્યનો પણ પ્રારંભ થશે.
દેવઉઠી એકાદશીની આવી રીતે કરો પૂજા
દેવઉઠી એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને વ્રત લેવું. સાંજના સમયે પૂજા સ્થળની સફાઈ કરવી અને ચૂનો, હળદર, લોટથી રંગોળી બનાવો. ઘીના 11 દીવા પ્રગટાવવા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને શેરડી, દાડમ, કેળા, લાડુ, પાંદડા, મૂળા, સિઝનલ ફળો અને અનાજ વગેરે અર્પણ કરવું. મંત્રોનો જાપ કરવો અને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો. આ દિવસે ભગવાનને જગાડવા શંખ, કે પછી ભજનોનો જાપ કરીને દેવતાઓને જગાડો. ચરણામૃત લો. આ દિવસે તુલસીજીની પૂજા કરો.
આ પણ વાંચો:લીલી પરિક્રમા આજથી શરુ: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરાઇ
હજાર યજ્ઞોનું મળશે ફળ
પદ્મ પુરાણ અનુસાર દેવ ઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વ્રત રાખવાથી અને નિયમ પ્રમાણે પૂજા કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. એકાદશીના ઉપવાસથી જ્ઞાન, શાંતિ અને સંતાન પ્રાપ્તિ થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મજાત પાપ દૂર થાય છે. તેમજ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે.
દેવઉઠી એકાદશીનો શુભ સમય
હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 3 નવેમ્બર, ગુરુવારે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે અને 4 નવેમ્બર, શુક્રવારે સાંજે 6.08 વાગ્યે સમાપ્ત થશે.
દેવઉઠી એકાદશીના દિવસે કરો આ મંત્રનો જાપ-
ઉત્તિષ્ઠા ગોવિંદ ત્યાજ નિદ્રામ જગતપતયે । ત્વયિ સુપ્તે જગન્નાથ જગત સુપ્તં ભવેદિદમ્
ઉત્તીતે ચેષ્ટે સર્વમુત્તિસ્તોત્તિષ્ઠા માધવા । ગતમેઘ વ્યાચ્ચૈવ નિર્મલં નિર્મલાદિસઃ ॥
શારદાની ચ પુષ્પાણિ ગૃહાણ મમ કેશવ ।