એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાનનો નાદ ગૂંજ્યો, ડીસામાં નીકળી શોભાયાત્રા
પાલનપુર, 9 ઓગસ્ટ 2024, આજે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા આદિવાસી દિવસની ” એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન” ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી.
View this post on Instagram
મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા
આજે ડીસા ખાતે SCW સ્કૂલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે , સમાજના પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણા, ડીસા પાલિકાના કોર્પોરેટર પ્રકાશભાઈ માજીરાણા, સમાજના આગેવાનો અશોકજી મશરૂજી, ઠાકરીભાઈ શિવાજી, શિવાજી સુરતાજી, અશોકજી કરસનજી માજીરાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લા માંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.
આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ બન્યું
એકલવ્ય, બિરસા મુંડા તેમજ રાણા પુંજા ભીલની તસ્વીરોને ફુલહાર કર્યા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડીસા SCW સ્કૂલથી નીકળી ડીસાના મુખ્યમાર્ગો પર ફરી હતી. આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જ્યારે આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ બન્યું હતું. આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃસરકારી સ્કૂલના શિક્ષિકા ચાલુ ફરજે 8 વર્ષથી અમેરિકામાં રહે છે, ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું