ટ્રેન્ડિંગફન કોર્નરલાઈફસ્ટાઈલ

એક લિપસ્ટિક કી કીમત તુમ ક્યા જાનો પતિદેવ? જ્યારે નાનકડી ચીજ મોટા ઝઘડાનું કારણ બની

  • પતિ પત્નીના કહ્યા પ્રમાણે 10 રુપિયાની લિપસ્ટિકના બદલે 30 રુપિયાની લિપસ્ટિક લાવ્યા, પણ પત્નીને લિપસ્ટિક એટલી બધી મોંઘી લાગી કે તે ઝઘડો કરીને તેના પિયર જતી રહી

આગ્રા, 4 માર્ચ: યુપીના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પતિને તેની પત્ની માટે 30 રૂપિયાની લિપસ્ટિક ખરીદવી મોંઘી પડી છે. લિપસ્ટિકને લઈને વિવાદ એટલો વધી ગયો કે પતિ-પત્ની એક બીજાથી છુટા થઈ ગયા. પત્નીને 30 રૂપિયાની લિપસ્ટિક એટલી મોંઘી લાગી કે તે તેના માતા-પિતાના ઘરે રિસાઈને ચાલી ગઈ. પત્ની ઈચ્છતી હતી કે તેનો પતિ તેની માટે માત્ર 10 રુપિયાની જ લિપસ્ટિક લાવે.

પતિએ મોંઘી લિપસ્ટિક લાવી તો પત્ની રિસાઈ ગઈ

પતિ મોંઘી લિપસ્ટિક લઈને આવ્યો ત્યારે તેની પત્ની ગુસ્સે થઈ ગઈ. આટલું જ નહીં તેણીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પોલીસે કેસને ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ફેમિલી કોર્ટમાં બંનેને મનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો

એતમાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના લગ્ન મથુરા જિલ્લાના મહાવનના યુવક સાથે થયા હતા. બંનેએ 2022માં લગ્ન કર્યા હતા. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પત્નીએ પતિ પાસે લિપસ્ટિક લાવવાની માંગણી કરી હતી. પતિ લિપસ્ટિક લઈને જ્યારે ઘરે આવ્યો ત્યારે પત્ની પતી પર ગુસ્સે થઈ ગઈ. પત્નીએ લિપસ્ટિક જમીન પર ફેંકીને ઝઘડો શરૂ કર્યો.

પતિ વધુ પૈસા ખર્ચ કરતો હોવાનો આરોપ લગાવ્યો પત્નીએ

પત્નીએ પતિને પૂછ્યું કે આટલી મોંઘી લિપસ્ટિક કેમ લાવ્યા. ફેમિલી કોર્ટમાં પત્નીએ આરોપ લગાવ્યો કે પતિ વધુ પૈસા ખર્ચે છે. ભવિષ્ય માટે કંઈપણ ભેગું થતું નથી. પત્નીએ વધુમાં કહ્યું કે તે 30 રૂપિયાથી પણ સસ્તી લિપસ્ટિક લાવી શકતા હતા તેમ છતાં તેમણે મારી વાત ના સાંભળીને 30 રુપીયાની લિપસ્ટિક લાવી.

બીજી તરફ પતિએ કહ્યું કે 30 રૂપિયાથી ઓછી કિંમતમાં કોઈ લિપસ્ટિક મળતી નથી. એટલા માટે તે આ લિપસ્ટિક લઈને આવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની છેલ્લા એક મહિનાથી તેના માતા-પિતાના ઘરે રહેતી હતી.

ફેમિલી કોર્ટે મામલો ઠાળે પાડ્યો

ફેમિલી કોર્ટમાં મામલો આવ્યા બાદ કાઉન્સેલર સતીશ ખીરવારે જણાવ્યું કે મોંઘી લિપસ્ટિક લાવવાને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. પત્ની બાળકો માટે પૈસા બચાવવા માંગે છે. પત્નીને સમજાવવામાં આવી છે. હાલમાં બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.

આ પણ વાંચો: એક વ્યક્તિએ ‘How to Scam’ નામનું પુસ્તક ખરીદ્યું, ખરીદ્યા બાદ તેની સાથે જ થઈ ગયું સ્કેમ

Back to top button