શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે


ચૈત્ર નવરાત્રિ સમાપન તરફ આગળ વધી રહી છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી પર મહાગૌરી અને નોમ પર માં સિદ્ધિદાત્રીની પુજા થશે. માં દુર્ગાની આ શક્તિઓ તમામ લોકોનું દુઃખ દુર કરનારી છે. તે સુખ અને સમૃદ્ધિ આપે છે. આ વખતે આ તિથિઓ પર અત્યંત શુભ યોગ બની રહ્યા છે. આઠમ પર રવિયોગ અને નવરાત્રિના અંતિમ દિવસે ગુરુ પુષ્ય યોગ સાથે અમૃત સિદ્ધિ યોગનો પણ લાભ મળશે. આ શુભ યોગથી નવરાત્રિની તિથિઓનું મહત્ત્વ પણ વધી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ તિથિઓનો મહિમા જણાવીને તેના ઉપાય પણ જણાવાયા છે. આ ઉપાયો કરવાથી જીવનના તમામ કષ્ટ દુર થઇ જાય છે અને માં દુર્ગા મનની ઇચ્છાઓ પુરી કરે છે.
આ ઉપાયથી ધન ધાન્યની કમી નહીં રહે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા ચણા, ગોળ, સોપારી, રૂ અને નવા પાન પર સિક્કા રાખીને ત્રણ દિવસ માં દુર્ગાને અર્પિત કરો. આ પાંચ વસ્તુઓ સંપુર્ણ ભક્તિભાવ સાથે માં દુર્ગાને અર્પિત કરવાથી અને આ મંત્રનો જાપ કરવાથી માં દુર્ગા પ્રસન્ન થશે અને ધન ધાન્યની કમી નહીં રહે.
ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
આ ઉપાયથી કરો માંને પ્રસન્ન
માતાને પ્રસન્ન કરવા માટે સંધ્યા આરતી કરો. બે પ્રહર, બે તિથિ, બે દિવસ, બે પક્ષને મળવાના સમયને સંધ્યા કાળ કહેવામાં આવે છે. આઠમની શરૂઆતના કાળમાં તમે માં દુર્ગાની સંધ્યા આરતી કરો. સવાર-બપોર-સાંજ આરતી કરો. આરતી પહેલા પાંચ સુકા મેવા અને લાલ ચુંદડી માતાજીને અર્પણ કરો. આમ કરવાથી માં દુર્ગાના આશીર્વાદ મળશે અને આર્થિક સમૃધ્ધિ મળશે.
જપથી પરેશાનીઓનો અંત આવે છે
તંત્ર શાસ્ત્રમાં દેવીના 32 નામનો જાપ કરવાનું ખુબ શુભ માનવામાં આવે છે. આઠમ અને નોમના રોજ રાતે માતાના નામનો 108 વખત જપ કરો. આમ કરવાથી માં દુર્ગાની કૃપા રહેશે અને જે પરેશાનીઓ હશે તેમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત નોમના દિવસે માતાજીનો હવન કરો અને કન્યા પૂજન કરો. ધ્યાન રાખો હવન ઇશાન ખુણામાં કરો અને માતા દુર્ગાની શાસ્ત્રોક્ત રીકે પુજા અર્ચના કરો.
આ પણ વાંચોઃ શું તમે કાકડીના આ ફાયદા વિશે જાણો છો