આઠ મહિનાની ગર્ભવતી દીપિકા પાદુકોણે ડિલિવરી પહેલા બદલ્યો પોતાનો લૂક, ચાહકો થયા દિવાના
મુંબઈ, 10 ઓગસ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકા પાદુકોણ 8 મહિનાની ગર્ભવતી છે અને તે કોઈપણ સમયે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરી શકે છે. આ દરમિયાન, તે ઘણી ઇવેન્ટ્સ અને સ્થળોએ પણ કામથી જોવા મળી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના હેરકટ કરાયા છે અભિનેત્રીની નવી હેર સ્ટાઈલનો વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો છે અને દીપિકાના નવા લૂકને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ 8 મહિનાની ગર્ભવતી છે. પરંતુ પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે. થોડા સમય પહેલા અભિનેત્રીની પ્રેગ્નન્સી અંગે લોકોએ અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. જેના કારણે સોશ્યિલ મીડિયામાં ભારે ચકચાર મચી ગઈ હતી. અભિનેત્રીને તેના બેબી બમ્પના કારણે લોકોએ ટ્રોલ કરી હતી. બેબી બમ્પને નકલી જાહેર કરવામાં આવ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન હાઈ હીલ્સ પહેરવા બદલ પણ અભિનેત્રીની ટીકા થઈ હતી. હવે અભિનેત્રીએ તેની ડિલિવરી પહેલા તેનો લૂક પણ ચેન્જ કરી દીધો છે. વાસ્તવમાં, અભિનેત્રીએ એક નવી હેરસ્ટાઇલ કરાવી છે, જેનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો અભિનેત્રીના નવા અવતાર માટે ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દીપિકા પાદુકોણના નવા હેર કટે ચાહકોના જીત્યા દિલ
શુક્રવારે દીપિકા પાદુકોણના હેર સ્ટાઈલિસ્ટે સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી જેમાં દીપિકા પાદુકોણ નવા લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં દીપિકા તેના નવા લૂકને ગોલ્ડન હાઈલાઈટ્સ સાથે ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. આ રીલમાં દીપિકા પાદુકોણ પીળા અને સફેદ પટ્ટાવાળી શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના આ લુકને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પોસ્ટ પર યુઝર્સ તારીફ કરતાં જોવા મળ્યા હતા.
આ વીડિયો પોસ્ટ કરતી વખતે કરણે કેપ્શન લખ્યું છે, “અવિસ્મરણીય વાળ, અનફર્ગેટેબલ યુ.” હવે પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની નવી હેરસ્ટાઈલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ દીપિકાના નવા લુકના વખાણ કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં તેનો નવો લૂક જોઈને એક ફેને લખ્યું- જો હું રણવીર સિંહ હોત તો તેની સાથે રહેવા માટે કામ છોડી દેત. તે ખૂબ જ સુંદર અને મોહક છે. એક વ્યક્તિએ લખ્યું- હું આ નવા હેર કટના પ્રેમમાં પડી ગયો છું.
આ પણ વાંચો..8 મહિનાની ગર્ભવતી દીપિકા પાદુકોણે બદલ્યો પોતાનો લુક, ફેન્સ થયા ક્રેઝી