ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ઓવર ફ્લો થતા આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા
ધરોઇ ડેમ 622 ફૂટે ઓવર ફ્લો થાય છે. હાલમાં 70 % જેટલુ પાણી સ્ટોર થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 616.76 ફૂટે ધરોઇ ડેમની જળ સપાટી પહોચી જતા આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનો આવરો વધ્યો છે. ઉપરવાસમાં થઇ રહેલા અતિ ભારે વરસાદને પગલે ધરોઇની સપાટી વધી હતી અને બુધવારે જળાશયના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લીધે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી