ટ્રેન્ડિંગફૂડલાઈફસ્ટાઈલ

રીંગણ બટાકાનું શાક સામેલ થયું દુનિયાની સૌથી ખરાબ ડિશમાં 

Text To Speech
  • શિયાળામાં તો દરેક ઘરમાં, દરેક ગુજરાતી હોટલમાં રીંગણનો ઓળો અને બાજરીના રોટલાની ધુમ હોય છે. ભારતમાં રીંગણ બટાકાનું શાક ખૂબ ખવાય છે.

આપણા દેશમાં જો કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે કયું શાક ઓછું પસંદ છે? તો એમાં અનેક નામ સામે આવશે. પરવર, મૂળા, મોગરી, કારેલા કે દુધી. આ લિસ્ટમાં રિંગણ પણ સામેલ હોઈ શકે છે. રિંગણ આમ તો અનેક ગુણોથી ભરપુર છે. તેને ન્યુટ્રિશિયસ ફુડમાં પણ ગણી શકાય છે. રીંગણનું શાક અનેક રીતે બની શકે છે. માર્કેટમાં જાત જાતના રીંગણ પણ મળે છે. શિયાળામાં તો દરેક ઘરમાં, દરેક ગુજરાતી હોટલમાં રીંગણનો ઓળો અને બાજરીના રોટલાની ધુમ હોય છે. ભારતમાં રીંગણ બટાકાનું શાક ખૂબ ખવાય છે. સાંજે ભાખરી સાથે પણ અનેક ઘરમાં રીંગણ બટાકાનું શાક ખાવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ રીંગણ બટાકાનું શાક દુનિયાની સૌથી ખરાબ ડિશમાં સામેલ થયું છે.

રીંગણ બટાકાનું શાક દુનિયાની સૌથી ખરાબ ડિશમાં સામેલ થયુંઃ જાણો કેમ? hum dekhenge news

લિસ્ટમાં 60માં સ્થાને આ શાક

દુનિયાની સૌથી ખરાબ ડિશમાં રીંગણ બટાકાના શાકને 2.7 સ્ટાર મળ્યા છે. લિસ્ટમાં આ શાક 60માં નંબરે છે. રીંગણના શાકમાં બટાકા, ટામેટા, ડુંગળી, લસણ અને વટાણા કે તુવેર ઉપરાંત અન્ય મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. તેને સુકી અને ગ્રેવી બંને પ્રકારે બનાવી શકાય છે. આ શાકને લોકો રોટલી-ભાખરી કે ભાત સાથે ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું તે ખુબ ફેવરિટ પણ હોય છે.

રીંગણ બટાકાનું શાક દુનિયાની સૌથી ખરાબ ડિશમાં સામેલ થયુંઃ જાણો કેમ? hum dekhenge news

આ છે દુનિયાની સૌથી ખરાબ ડિશ

સૌથી ખરાબ રેટિંગવાળી ડિશના રુપમાં આઈસલેન્ડના હકાર્લને પહેલો નંબર મળ્યો છે. આ ડિશને શાર્કના માંસમાં તૈયાર કરવામાં આવે છે. આ ડિશનો સ્વાદ તીખો હોય છે. રિપોર્ટ્સ કહે છે કે પહેલી વાર તેને ખાતા લોકોને તે જરાય પસંદ પડતી નથી. આઈસલેન્ડમાં રહેતા લોકોને આ ડિશ ખુબ પસંદ હોય છે.

આ પણ વાંચોઃ સીતા માતાને ‘મુંહ દિખાઈ’માં મળ્યો હતો કનક મહેલઃ જાણો ખાસ વાતો

Back to top button