ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત પોલીસની વર્દીમાં બદલાવ કરવા તજવીજ

  • ખાખી ડ્રેસના બદલે હવે મોર્ડન કપડાં આપવા તૈયારી
  • બુટ પણ બદલીને આધુનિક લાવવામાં આવશે
  • ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ગુજરાત પોલીસના ડ્રેસમાં આવનારા દિવસોમાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યનું પોલીસ વિભાગ પહેરવેશના નવા કલેવર સાથે જોવામા મળશે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઈઝેશન દ્વારા પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને એનઆઇડી દ્વારા આ પહેરવેશને લઈને ખાસ રિસર્ચ અને સર્વે કરવામાં આવ્યો હતો. ખાખી પહેરવેશની સાથે ટેરીકોટનના કપડા ઉનાળાની આકરી ગરમીમાં અગવડ રૂપ બને છે. આથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગુજરાત પોલીસ ખાખી ડ્રેસને બદલે નવી ડિઝાઈનવાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળી શકે છે.

પોલીસકર્મીઓ ફ્રન્ટલાઈન સૈનિકમાં તબદીલ થશે

ગુજરાત પોલીસ અને ખાનગી યુનિવર્સિટીના સહયોગથી પોલીસ દળને તદ્દન નવો જ દેખાવ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુચિત નવા યુનિફોર્મમાં પોલીસ જવાન અને અધિકારીઓને ગુનાની જગ્યાએ અત્યંત ચપડતાથી અને ફ્રન્ટ લાઈન સૈનિકમાં તબદીલ કરી નાખશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ ખાખી ડ્રેસ ટેરીકોટનનો બનેલો છે જ્યારે નવા ડ્રેસમાં પોલીસ જવાને સંપૂર્ણ સગવડતા મળે તેવા પ્રકારના ખુલતા ડ્રેસની તરફેણ સર્વેમાં કરવામાં આવી છે. ગુજરાતમાં પડતી આકરી ગરમી અને પોલીસ જવાનોના ચુસ્ત અને ટેરી કોટન કપડા ખુબ અગવડ પેદા કરે છે. તેથી પોલીસનો ડ્રેસ બદલવા અંગેની ભલામણ અધિકારીઓ દ્વારા આવકારવામાં આવી છે. આ માટે રચાયેલી સમિતિના સભ્યો હાલ કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બૂટની ચકાસણી કરી રહ્યા છે ટૂંક સમયમાં તેઓ આ અંગે વિધિવત જાહેરાત કરે તેવી શક્યતા છે.

નાગાલેન્ડ પોલીસે કર્યો ધરખમ ફેરફાર

તાજેતરમાં નાગાલેન્ડ પોલીસ તંત્ર, પોલીસ જવાન અને અધિકારીઓના પારંપરિક યુનિફોર્મમાં બદલાવ લાવી ખુલતા શર્ટ અને કાર્ગો પેન્ટ યુનિફોર્મ દાખલ કર્યો છે. ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા વર્તમાન એકદમ ચુસ્ત અને ટાઈટ પેન્ટના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડનાઈઝેશન દ્વારા અંગે પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button