- 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
- બંદરો પર બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયું
- તેજ વાવાઝોડુ યમન ઓમાન તરફ આગળ વધ્યું
ગુજરાતમાં બેવડી ઋતુની અસર દેખાઇ છે. જેમાં કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા નહીવત છે. મોડી રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા બપોરે 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. અરબ સાગરમાં તેજ અને બંગાળની ખાડીમાં ખતરો છે. તેજ વાવાઝોડુ યમન ઓમાન તરફ આગળ વધ્યું છે. ત્યારે આજે મોડી રાતે દરિયાકાંઠે ટકરાઇ શકે તેવી પ્રબળ શક્યતા છે. ઓમાનના દરિયાકાંઠે મોડી રાતે ટકરાય તેવી સંભાવના છે. ઓમાન અને યમનના કાંઠે 140 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું છેકે વાવાઝોડાની ગુજરાત પર અસર નહીવત થશે.
બંદરો પર બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયું
બંદરો પર બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયું છે. તથા વાવાઝોડુ હમૂન આંધ્રપ્રદેશમાં કહેર વર્તાવે તેવી સંભાવના છે. હમૂનના ખતરાને જોતા સ્થાનિક પ્રશાસન સતર્ક થયુ છે. કાંઠા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. NDRF- SDRF ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ અલ નીનોની અસરથી મોસમની પેટર્ન બદલાઈ શકે છે. તથા આ વર્ષે શિયાળાનું પ્રમાણ ઓછુ રહેવાની શક્યતા છે. તથા ફેબ્રુઆરી માસથી જ ગરમીની શરુઆત થાય તેવી સંભાવના છે.
ઉત્તર ગોળાર્ઘમાં મે 2024 સુધી અલ નીનોની અસરની શકયતા
આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા પણ ઓછી રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વહેલી શરુ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષા પણ ઓછી થશે. તથા અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડ્યો હતો. ઉત્તર ગોળાર્ઘમાં મે 2024 સુધી અલ નીનોની અસરની શકયતા છે.