અમદાવાદ, 17 જૂન 2024, ગુજરાતમાં તાજેતરમાં જ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે અને યુનિવર્સિટીમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે.
26 જૂનથી પ્રથમ સત્ર શરૂ થશે
એકેડેમિક કેલેન્ડર મુજબ 24 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થશે અને 14 ડિસેમ્બરે પ્રથમ સત્ર પૂર્ણ થશે અને 16 ડિસેમ્બરે બીજું સત્ર પણ શરૂ થશે જે 28 એપ્રિલ સુધી ચાલશે. 24 જૂનથી તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 26 જૂનથી પ્રથમ સત્ર શરૂ થશે.
27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
14 ડિસેમ્બરે પ્રથમ સત્ર પૂર્ણ થશે. 16 ડિસેમ્બરથી બીજું સત્ર શરૂ થશે. બીજું સત્ર 106 દિવસનું રહેશે. 28 એપ્રિલે બીજું સત્ર પણ પૂરું થશે. 29 એપ્રિલથી 16 જૂન સુધી 49 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ એકેડેમિક કેલેન્ડરના બંને સત્ર પૂરા થાય તે અગાઉ યુનિવર્સિટીની તથા કોલેજ કક્ષાની પરીક્ષા પણ પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચોઃઅમદાવાદ: કોલેજમાં એક મહિનામાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિદ્યાર્થીઓને રિફંડ પોલિસીનો મળશે લાભ