ટ્રેન્ડિંગનેશનલ

શિક્ષણ ભરતી કૌંભાંડમાં CBIએ TMCના ધારાસભ્ય સહિત સાત ઠેકાણે દરોડા પાડ્યા

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 30 નવેમ્બર: કથિત શિક્ષક ભરતી કૌભાંડ સામે કાર્યવાહી કરતા CBIએ પશ્ચિમ બંગાળમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ TMCના એક ધારાસભ્ય અને બે કાઉન્સિલરો અને તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓના ઘરે છાપેમારી કરી છે. આ ઑપરેશન શાળા સેવા આયોગ દ્વારા શિક્ષકોને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓના આરોપોની ચાલી રહેલા તપાસને ભાગરૂપે હાથ કરાયું છે. મહત્ત્વનું છે કે, SSC ભરતી કૌભાંડ એ શિક્ષક ભરતી કૌભાંડ છે જે બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ બાદ સામે આવ્યો હતો.

CBI અધિકારીઓએ જણાવ્યું કે મુર્શિદાબાદના દોમ્કલના ધારાસભ્ય ઝફીકુલ ઈસ્લામ, કાઉન્સિલર બપ્પાદિત્ય દાસગુપ્તા અને વિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર દેબરાજ ચક્રવર્તીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોલકાતા, મુર્શિદાબાદ, કૂચ બિહાર જિલ્લાઓ અને અન્ય ઘણી જગ્યાએ સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. આ સાથે CBI અધિકારીઓ મુર્શિદાબાદ જિલ્લાના બરવાનમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓના માલિક ઝંટુ શેખના પરિસરની પણ તપાસ કરી રહ્યા છે.

શિક્ષણ ભરતી કૌંભાડમાં અત્યાર સુધી આઠની ધરપકડ

અગાઉ, EDએ આ કેસમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી, તેમના કથિત સહયોગી અર્પિતા મુખર્જી, TMC ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ માણિક ભટ્ટાચાર્ય, TMC યુવા પાંખના નેતા કુંતલ ઘોષ અને સંતનુ બેનર્જી, અયાન સિલની પણ ધરપકડ કરી છે. આરોપીએ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ કુલ પાંચ ચાર્જશીટ દાખલ કરી છે. પાર્થ ચેટરજીને ED દ્વારા ધરપકડ કર્યા પછી TMC દ્વારા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સટ્ટાબજારે એક્ઝિટ પોલ પહેલાં જ આપી દીધી ચાર વિધાનસભાની આગાહી, જાણો

Back to top button