ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સરકારી શાળાના પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો પણ ભણાવનાર જ નથી!

  • એકંદરે ગુજરાતની સરકારી શાળાઓની માઠી દશા છે
  • 1,657 સરકારી શાળા માત્ર એક જ શિક્ષકના હવાલે
  • એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ ખરાબ

ગુજરાતમાં શિક્ષણના ખસ્તાહાલ થયા છે. જેમાં 1,657 સરકારી શાળા માત્ર એક જ શિક્ષકના હવાલે છે. તો કેવી રીતે ભણશે ગુજરાત તે મોટો પ્રશ્ન છે. જેમાં પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો પણ ભણાવનાર જ નથી. શહેર કરતાં ગામડાંની સરકારી સ્કૂલોની હાલત બદતર બની છે. તેમાં પાંચ વર્ષ પછી આ આંકડો 1,657 એ પહોંચ્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદ: સિવિલ કેન્સર હોસ્પિટલમાં કર્મચારીઓને ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં વર્ષ 2021 22ની સ્થિતિ પ્રમાણે 1,657 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે, તેમનું ભણતર કેવું હશે તે સહિતના પ્રશ્નો વિચારવા જેવા છે. એક રીતે આ શાળાઓમાં વિદ્યાર્થીઓને જાણે ભણાવનાર જ કોઈ ન હોય તેવી સ્થિતિ છે. એકંદરે ગુજરાતની સરકારી શાળાઓની માઠી દશા છે.

આ પણ વાંચો:  ગુજરાત: નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે

એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ ખરાબ

શિક્ષણ વિભાગના સૂત્રો કહે છે કે, એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ ખરાબ છે, 1,657માંથી સૌથી વધુ 1,363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાના સત્ર વખતે માત્ર પ્રાથમિક શાળાઓના આંકડા સામે આવ્યા હતા, જેમાં 906 પ્રાથમિક શાળા એવી હતી જ્યાં એક જ શિક્ષક ફરજ બજાવે છે.

આ પણ વાંચો: ભરૂચ: પુત્રએ પિતાની હત્યા કરવા માટે શૂટરોને બોલાવ્યા

સમયસર ભરતીના અભાવે સ્થિતિ વકરી છે

ગુજરાતમાં સરકારી શિક્ષણની સ્થિતિ કફોડી થતાં વાલીઓ નાછુટકે ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફી ચૂકવીને સંતાનને ભણાવી રહ્યા છે, સરકારી શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ભરતી થઈ શકી નથી, એક જ શિક્ષકથી ચાલતી શાળા અંગે સરકાર એવો લૂલો બચાવ કરે છે કે, વય નિવૃત્તિના કારણે જગ્યા ખાલી પડે છે, એ જ રીતે બદલી થવી, અવસાન થવું, સીઆરસીકોઓ અને બીઆરસીકોઓની પ્રતિનિયુક્તિના કારણે શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું કે, વર્ષ 2017-18ના અરસામાં ગુજરાતમાં માત્ર 996 શાળાઓ એવી હતી જે માત્ર એક જ શિક્ષકથી ચાલતી હતી, પણ સમયસર ભરતીના અભાવે સ્થિતિ વકરી છે, ધીમે ધીમે આવી શાળાઓની સંખ્યા વધી રહી છે. પાંચ વર્ષ પછી આ આંકડો 1,657 એ પહોંચ્યો છે.

Back to top button