એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારની મોટી જાહેરાત, શિક્ષકો અને વિદ્યાર્થીઓને થશે લાભ

Text To Speech

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જેમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે.

શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરાશે

આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. તથા જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે. તેમજ નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

અનુસુચિત જાતીના બાળકોને ધો.9 બાદ જાતીનું પ્રમાણપત્ર મળશે

મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો વિશે જાણીએ તો તેમાં મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે. રાજ્યના 3300 ની ભરતી પણ રાજ્ય સરકારે કરી છે. તથા શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર છે. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું તથા આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. તથા અનુસુચિત જાતીના બાળકોને ધો.9 બાદ જાતીનું પ્રમાણપત્ર મળશે. તેમાં 2022-23 અને 2023-24માં હવે સ્કૂલ સ્તરેથી જ પ્રમાણપત્ર મળશે.

Back to top button