- મુંબઇ, લખનઉ, દિલ્હી, અમદાવાદ સહિત 13 સ્થળોએ દરોડા
- દરોડા દરમ્યાન 2.17 કરોડની રોકડ રકમ અને એફડી જપ્ત
- અલી સાગર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સાથે સંકળાયેલો
એક હજાર કરોડના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ઈડીના અમદાવાદમાં દરોડા છે. જેમાં કુરિયર કંપનીઓ મારફત યુકે, યુએસ, યુરોપિયન દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરાતું હતુ. મુંબઇ, લખનઉ, દિલ્હી, અમદાવાદ સહિત 13 સ્થળોએ દરોડામાં 2.17 કરોડ જપ્ત કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 8 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ રહ્યું
દરોડા દરમ્યાન 2.17 કરોડની રોકડ રકમ અને એફડી જપ્ત
ડ્રગ્સ માફિયા અલી સાગર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે. એક હજાર કરોડનુ ડ્રગ્સ વિદેશમાં સપ્લાય કરનાર મુંબઇના ડ્રગ્સ માફિયા અલી સાગર સીરાઝીના કેસની ચાલી રહેલી તપાસના પગલે ઇડીના અધિકારીઓએ અમદાવાદ, દિલ્હી,લખનૌ, મુબઇ સહિત 13 સ્થળોએ દરોડા પાડયા છે. દરોડા દરમ્યાન 2.17 કરોડની રોકડ રકમ અને એફડી જપ્ત કરાઇ છે.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર
અલી સાગર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સાથે સંકળાયેલો
ડ્રગ્સ માફિયા અલી સાગર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે અને કૂરિયર કંપનીઓ મારફત યુકે, યુએસ અને યુરોપિયન દેશોમાં કેટામાઇન, હેરોઇન, એમડી ડ્રગ્સ સપ્લાય કરે છે. મુંબઇ પોલીસ તા.5 જાન્યુઆરીએ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. મુંબઇ પોલીસે પણ દરોડા પાડીને 65 લાખની રોકડ જપ્ત કરી હતી. આ તપાસમાં ઇડીના અધિકારીઓ પણ જોડાયા હતા અને તેની ધરપકડ કરીને નિવેદનો લીધા હતા. અલી સાગરના સાગરીત કૈલાસ રાજપૂતની પણ મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તે દુબઇ ભાગી જવાની ફિરાકમાં હતો તે પહેલા તેની ધરપકડ કરી લેવાઇ હતી. અલી સાગર ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ શરૂ કરી હતી. ટેલિકોમ્યુનિકેશન અને વેબસાઇટ પણ શરૂ કરી હતી.