ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

હરિયાણામાંચૂંટણી પૂર્વે EDની મોટી કાર્યવાહી, રૂ.834 કરોડની મિલકત જપ્ત કરી

Text To Speech
  • પૂર્વ CM હુડ્ડાના નજીકનાઓની સંપત્તિ કબજે કરાઈ

નવી દિલ્હી, 29 ઓગસ્ટ : હરિયાણામાં ચૂંટણી પહેલા EDની મોટી કાર્યવાહી જોવા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 401.65479 એકરમાં ફેલાયેલી સ્થાવર મિલકતોને કામચલાઉ રીતે જપ્ત કરી છે. તેની કિંમત 834.03 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

અટેચ કરેલી અસ્કયામતો EMAAR ઇન્ડિયા લિમિટેડ (501.13 કરોડ) અને MGF ડેવલપમેન્ટ્સ લિમિટેડ (332.69 કરોડ) ની છે. અટેચ કરેલી મિલકતો જમીનના રૂપમાં છે, જે ગુરુગ્રામ, હરિયાણા અને દિલ્હીના 20 ગામોમાં આવેલી છે.

EDએ હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, તત્કાલીન ડીટીસીપી ડિરેક્ટર ત્રિલોક ચંદ ગુપ્તા, EMAAR MGF લેન્ડ લિમિટેડ અને અન્ય 14 કોલોનાઇઝર કંપનીઓ વિરુદ્ધ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી.

Back to top button