ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્મૃતિ ઈરાની દ્વારા પત્રકારોને ડરાવવા-ધમકાવવા પર એડિટર્સ ગિલ્ડ નારાજ; કહ્યું- પ્રેસની સ્વતંત્રતા પર હુમલો

નવી દિલ્હી: કેરળમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદી સરકાર (મકપા) દ્વારા પત્રકારોને કથિત ધાકધમકી અને ઉત્પીડન અંગે મંગળવારે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી.

ગિલ્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “કેન્દ્રીય મંત્રી ઈરાનીએ 9 જૂને તેમના લોકસભા મતવિસ્તાર અમેઠીની મુલાકાત દરમિયાન એક પત્રકારને ધમકાવ્યો હતો અને તે હિન્દી દૈનિકના માલિકોને ફોન કરવાની પણ ધમકી આપી હતી જેના માટે તે કામ કરી રહ્યો હતો.”

“કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ના આ ધમકીભર્યા અને ડરાવવાના વલણને જોઈને ગિલ્ડે નારાજગી દર્શાવી છે. ગિલ્ડે કહ્યું છે કે, અમે સ્મૃતિ ઈરાનીને યાદ અપાવવા માંગીએ છીએ કે પત્રકારોને આ પ્રકારે ધમકાવવા એ પ્રેસની સ્વતંત્રતા પર હુમલો છે.

ગિલ્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, “અમે એ પણ એક વાર ફરીથી કહેવા માંગીએ છીએ કે મીડિયા સંસ્થાઓએ આવા નેતાઓના દબાણને વશ ન થવું જોઈએ. દૈનિક ભાસ્કરને વિનંતી કરવામાં આવે છે કે તે પત્રકારને નોકરી પર પરત મૂકે.

આ પણ વાંચો- જાણો ક્યારે ટકરાશે બિપોરજોય વાવાઝોડુ, કેટલુ થશે નુકશાન

અમેઠીમાં શું થયું

અસલમાં અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની તેમના લોકસભા મતવિસ્તારના પ્રવાસ પર હતા. આ દરમિયાન એક પત્રકારે તેમને કંઈક કહ્યું, જેના પર સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પર તેમના લોકસભા મતવિસ્તારનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે અખબાર માટે પત્રકારો કામ કરવાનો દાવો કરી રહ્યા હતા તેના માલિકને તેમને ફોન કરીને આ અંગે માહિતી આપવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્મૃતિ ઈરાની કહી રહી છે, “મારા લોકસભા મતવિસ્તારનું અપમાન ન કરો, તમે ભાસ્કરના છો, તો શું. દૈનિક ભાસ્કરમાંથી હોવ પરંતુ સેલોન વિધાનસભા મારા લોકસભા મતવિસ્તારનો ભાગ છે. તેનું અપમાન કરશો નહીં. જો તમે મારા વિસ્તારનું અપમાન કરશો તો હું તમારા બોસને ફોન કરીને કહીશ. પત્રકારને વિસ્તારના લોકોનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. ભરત અગ્રવાલ જી હૈ ના ભાસ્કર મેં, હું તમને ફોન કરીને કહીશ. મારા વિસ્તારના લોકોનું અપમાન કરશો નહીં. તમે મોટા રિપોર્ટર હશો પણ તમને જનતાનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. ભવિષ્યમાં મારા વિસ્તારના લોકોનું અપમાન કરશો નહીં, હું તમને ખૂબ જ પ્રેમથી વિનંતી કરું છું.

આ વીડિયોના જવાબમાં દૈનિક ભાસ્કરે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે પત્રકાર તેમની સંસ્થાનો નથી.

ભાસ્કરે લખ્યું- “કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને એક પત્રકાર વચ્ચેની ચર્ચાનો વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં વિપિન યાદવ નામનો પત્રકાર જે પોતાને દૈનિક ભાસ્કર (ડીબી કોર્પ)નો રિપોર્ટર કહી રહ્યો છે તે ખોટી વાત છે. અમેઠી લોકસભાના આ મતવિસ્તારમાં દૈનિક ભાસ્કરનો કોઈ સ્થાયી પત્રકાર કામ કરતો નથી. અહીં દૈનિક ભાસ્કર તેના સ્ટ્રિંગર નેટવર્ક પાસેથી સમાચાર લે છે. પરંતુ વિપિન ભાસ્કરનો સ્ટ્રિંગર નથી.


કેરળમાં પત્રકાર સાથે શું થયું

10 જૂને રાજ્ય પોલીસે કેરળમાં એક વરિષ્ઠ મહિલા પત્રકાર વિરુદ્ધ FIR નોંધી હતી. આ એફઆઈઆર શાસક સીપીઆઈ(એમ)ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ) દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર કરવામાં આવી છે.

ગિલ્ડે એક નિવેદનમાં કહ્યું છે કે આ ઘટનાઓ પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટ માટે પરેશાન કરનારી છે અને પ્રેસની સ્વતંત્રતા માટે ખતરો છે.

આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પની ગુનાહિત કેસમાં ધરપકડ કરાઇ, જાણો સમગ્ર મામલો

Back to top button