સાતમ-આઠમના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે. લોકો ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર પહેલા અલગ અલગ ફરસાણ બનાવે છે. પરંતુ સતત ખાદ્યતેલોના ભાવને લઈને ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી. છેલ્લા આઠ દિવસથી સતત પામતેલ કપાસીયા તેલ અને સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેલના ડબે 50થી લઈ અને 70 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ભાવ 15 થી 20 રૂપિયાનો વધારો. સીંગતેલનો ડબો 2750થી 2800 થયા. પામતેલના ભાવમાં આઠ દિવસમાં 130 રૂપિયાનો વધારો થયો છે. પામતેલનો ડબો 2030થી 2100 થયો. પામતેલના માલનો સોર્ટજ, માગમાં વધારો. મલેશિયામાં પણ તેલમાં ભાવ વધારો થયો.
આપણા દેશમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે, તો કપાસિયા તેલમાં 8 દિવસમાં ડબે 20 રૂપિયાનો ડબે વધારો થયો છે.