રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી એકવખત વધારો થયો છે. સીગતેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે.સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. આ સાથે સિંગતેલ ડબ્બાનો ભાવ 2890 થઈ ગયો છે.
સિંગતેલના ભાવમાં ફરી ભડકો
તહેવાર નજીક આવતાની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે.સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.જેથી સિંગતેલના ડબ્બાની કિંમત રૂ.2890એ પહોંચી છે.સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
કપાસિયા તેલના ભાવમાં પણ વધારો
સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલનો ભાવ વધીને 1730 રૂપિયા થયો છે. જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1465 રૂપિયા થયો છે. આમ શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે.આમ તહેવારો પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાતા લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં મેઘમહેર વિશે