કરોડોના સટ્ટા કૌભાંડની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ ઝંપલાવશે. જેમાં રાજદેવ સહિતના બુકીઓએ રૂપિયા 1,414 કરોડ હવાલાથી વિદેશ મોકલ્યાનું ખૂલ્યું હતુ. તેથી મની લોન્ડરિંગના કેસની પ્રાથમિક તપાસ થઇ છે. જેમાં ત્રણ કરોડની રકમના ખાતા ફ્રીઝ કર્યાં છે.
આ પણ વાંચો: શંખેશ્વરમાં જૈન મંદિરની ગૌશાળાનું દબાણ તોડતા ગૌપ્રેમીઓમાં આક્રોસ
150 બેંકના ખાતાઓની માહીતી મેળવીને તપાસ ચાલુ કરી
કુખ્યાત બુકી રાકેશ રાજદેવ સહિતના બુકીઓએ ક્રિકેટ મેચના સટ્ટાના રૂ.1,414 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલ્યા હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યુ હતુ. જેની જાણ ડિરેક્ટોરેટ ઓફ્ એન્ફેર્સમેન્ટ (ED)ને કરવામાં આવી હતી.ઈડીએ પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એકટ હેઠળ બેંકના ખાતાઓ સર્ચ કરીને રૂ.3.05 કરોડની રકમ ફ્રીઝ કરી છે. જયારે 150 બેંકના ખાતાઓની માહીતી મેળવીને તપાસ ચાલુ કરી છે. બીજી તરફ પીસીબી દ્વારા તાજેતરમાં પકડેલા 2000 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડની ઈડીને કરવામાં આવી છે.જેમાં ઈડી પણ આગામી દિવસોમાં તપાસમાં ઝપલાવશે.
આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ
ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થયા બાદ સટ્ટો રમવા માટે પ્લેટફોર્મ
ડીસીબી પોલીસ દ્વારા નોંધાયેલી એફ્આઈઆરના આધારે ECIR નોંધ્યા પછી EDએ તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી રાકેશ રાજદેવ અને અન્યોએ ભેગા મળીને આકાશ ઓઝાનું ખાતું ખોલાવ્યુ હતુ. જેમાં રૂ.170.70 કરોડના સટ્ટાના નાણાં વેબસાઈટ ઉપર જનરેટ થયા હતા. રાકેશ રાજદેવની વેબસાઈટ www.wolf777.comમાં સટ્ટાના નાણાં હવાલા પાડવામાં આવ્યા હતા. પીએમએલએ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓએ પ્રાઈવેટ કોમ્યુનિકેશન પ્લેટફેર્મ અને તે વ્યક્તિઓને લોગીન આઈડી અને પાસવર્ડ પૂરો પાડે છે. ઑનલાઇન બેટ્સ મૂકવા માંગે છે.
આ વેબસાઈટ વિવિધ પર બેટ્સ લગાવવા માટે પ્લેટફેર્મ પૂરું પાડે છે. ક્રિકેટ મેચ, ‘તીન પત્તી’, ‘રમી’, ‘અંદર બહાર’, ‘પોકર’ જેવી સટ્ટાકીય રમતોમાં સટ્ટો રમવા માટે લોગીન આઈડી અને પાસવર્ડ આપીને તેમાં નાણાં જમા કરવા માટે કહેવામાં આવે છે. ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થયા બાદ સટ્ટો રમવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે.