ટોપ ન્યૂઝનેશનલ

સિસોદિયાની પૂછપરછ કરશે ED, હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ

Text To Speech

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ તપાસમાં અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે જ્યારે નીતિ ઘડવામાં આવી રહી હતી અને અમલમાં આવી રહી હતી ત્યારે પિલ્લઈએ કેસમાં અન્ય આરોપીઓ સાથે મીટિંગમાં ‘સાઉથ ગ્રૂપ’ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય ED તિહાર જેલમાં હાલ બંધ અને ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ પૂછપરછ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી લિકર કાઉંભડના તાર દક્ષિણ ભારતમાં સૌથી વધુ જોડાયેલા છે અને ત્યારબાદ ગોવા, પંજાબમાં પણ વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે એમ છે.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સોમવારે કોર્ટે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયા તિહારમાં છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં હતા.

આ પણ વાંચો : ભાજપને લાગે છે કે તે હંમેશા સત્તામાં રહેશે, રાહુલ ગાંધી બ્રિટનથી ભગવા પાર્ટી પર ગુસ્સે !

પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોર્ટ પાસે ગીતા, ચશ્મા, પેન અને ડાયરીની માંગણી કરી છે. કોર્ટે સિસોદિયાની આ માંગને સ્વીકારી લીધી છે. મનીષ સિસોદિયાની 8 કલાકની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button