અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોબાઈલ ગેમિંગના ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ગુજરાતમાં EDનો સપાટો

Text To Speech
  • વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં પોલીસ બાદ EDનું એક્શન
  • ED દ્વારા અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા
  • વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોની કરોડો રૂપિયાની રકમ ફસાયા 

દિલ્હી : ગુજરાતમાં ED દ્વારા બુધવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દાની ડેટા નામની વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ દરોડા પડ્યા હતા. આ સ્થળોએ દરોડાની કામગીરી દરમિયાન EDએ દસ્તાવેજો, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ બાદ ED એક્શન મોડમાં આવી હતી 

દાની ડેટા વેબ ગેમિંગ એપ્લિકેશન ઠગાઈ મામલે EDએ સકંજો કસ્યો છે. જેમાં ગુજરાતમાં સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ ED પણ ત્રાટક્યું હતું અને 14 સ્થળોએ દરોડા પાડયા હતા. . ચીની મૂળના શખ્સે 2021માં શરૂ કરેલી એપ્લિકેશન 2022માં બંધ થઈ જતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ એપ્લિકેશનમાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો 0.75 ટકા રિટર્ન આપવાનો દાવો કરવામાં આવતો હતો. આ વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોની કરોડોની રકમ ફસાઈ હોવાની માહિતી મળી રહી હતી.  દરોડાની કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજ પણ EDના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.

આ પણ જુઓ :અમદાવાદમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી : ત્રણથી ચાર બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા

Back to top button