ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂરને EDએ સમન્સ પાઠવ્યું, અનેક સ્ટારની થઈ શકે છે પૂછપરછ

Text To Speech
  • EDએ રણબીર કપૂરને મોકલ્યું સમન્સ, ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં સની લિયોન સહિત અનેક મોટા સ્ટાર્સ EDના નિશાન પર

Ranbir Kapoor ED Summon: તાજેતરમાં ED એ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને સમન્સ મોકલ્યું છે. જેથી બોલિવૂડ એક્ટર રણબીર કપૂર માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. EDએ 6 ઓક્ટોબરે પૂછપરછ માટે રણબીર કપૂરને બોલાવવામાં આવ્યા છે. ‘મહાદેવ ગેમિંગ-સટ્ટાબાજી કેસ’માં રણબીર કપૂરનું નામ સામે આવી રહ્યું છે.

 

આ મામલામાં માત્ર રણબીર કપૂરનું જ નામ નથી આવી રહ્યું પરંતુ લિસ્ટમાં અનેક અભિનેતાઓના નામ સામે આવી રહ્યા છે. 15-20 વધુ સેલેબ્સ EDના રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેગા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકના નામ સામેલ છે.

શું છે મામલો?

‘મહાદેવ ગેમિંગ-બેટિંગ’ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં થયા હતા. આ દરમિયાન લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વૈભવી લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓએ કેપ્ચર કર્યો છે અને લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત દરેક સેલેબ્સ EDની રડાર પર આવી ગયા છે.

આ પણ વાંચો: ધોનીની નવી હેરસ્ટાઇલે ઇન્ટરનેટ પર લગાવી આગ, બોલિવુડ સેલિબ્સે પણ વખાણી

Back to top button