ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM કેજરીવાલને દિલ્હી જળ બોર્ડ અને દારુ કૌભાંડ મામલે EDનું તેડું

Text To Speech

નવી દિલ્હી, 17 માર્ચ: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જળ બોર્ડ મામલે સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી મુજબ, EDએ ગઈકાલે દિલ્હીના સીએમ બે નોટિસ મોકલી છે. પહેલું સમન દિલ્હી જલ બોર્ડના કેસમાં મોકલવામાં આવ્યું છે. જેમાં તેમણે પૂછપરછ માટે 18 માર્ચે હાજર થવું પડશે. જ્યારે દિલ્હી દારુ કૌભાંડ મામલે EDએ 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, ગઈકાલે જ અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં સીએમ કેજરીવાલને જામીન મળ્યા હતા. મહત્ત્વનું છે કે, દિલ્હી દારુ કૌભાંડ મામલે આ EDનું નવમું સમન્સ છે.

કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે આઠમું સમન્સ મોકલ્યું હતું. સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

ગઈકાલે દિલ્હી કોર્ટમાંથી જામીન મળ્યા હતા

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસની તપાસમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા સમન્સના ભંગ પર ED કોર્ટમાં પહોંચી હતી. તેની સામે બે ફરિયાદો કરવામાં આવી હતી અને ત્યારબાદ તે શનિવારે કોર્ટમાં હાજર થયો હતો. અગાઉની સુનાવણીમાં મુખ્યમંત્રી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેન્ચ સમક્ષ હાજર થયા હતા. જો કે, રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકાર્યું કે તેમની સામેના કેસ જામીનપાત્ર છે અને કુલ રૂ. 50,000ના બે બૉન્ડ પર તેમને જામીન આપ્યા છે.

આ પણ વાંચો: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન

Back to top button