એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ AAP ધારાસભ્યને પાઠવ્યું સમન્સ! ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ઉઠાવ્યા સવાલ
દિલ્હીમાં એક્સાઇઝ પોલિસીમાં કથિત ગોટાળાના આક્ષેપો વચ્ચે ‘આપ’ એમસીડીના ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ED હેડક્વાર્ટરથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દારૂની નીતિ સાથે જોડાયેલા મામલામાં દુર્ગેશ પાઠકની પૂછપરછ કરવામાં આવશે.
બીજી તરફ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને સમન્સ મોકલ્યા છે. એક ટ્વિટમાં, AAP નેતાએ પ્રશ્ન કર્યો કે શું કેન્દ્રીય એજન્સીનું નિશાન દારૂની નીતિ છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી?એક ટ્વિટમાં, AAP નેતાએ કહ્યું- આજે ED એ “AAP” ના MCDના ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકને સમન્સ મોકલ્યા છે. અમારા MCD ચૂંટણી પ્રભારીને દિલ્હી સરકારની દારૂની નીતિ સાથે શું લેવાદેવા છે? શું તેમની ટાર્ગેટ લિકર પોલિસી છે કે MCD ચૂંટણી?
EDએ દરોડા પાડ્યા હતા
દુર્ગેશ પાઠક AAPના દિલ્હી યુનિટની MCD ચૂંટણીના પ્રભારી છે. તેઓ તાજેતરમાં રાજેન્દ્ર નગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભૂતકાળમાં, EDએ દિલ્હી સરકારની આબકારી નીતિ મામલે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની તપાસ લગભગ 800 કરોડની મની લોન્ડરિંગની છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક ઇવેન્ટ કંપનીઓનો ઉપયોગ શેલ કંપની તરીકે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુધીર સાંગવાન આજે સોનાલી હત્યા કેસમાં CBIનો સામનો કરશે, આરોપી સુખવિંદરની પણ થશે પૂછપરછ