એડ શીરનનું ભારતમાં કમબેક, 2025માં આ છ શહેરમાં કરશે કોન્સર્ટ


- ઈન્ટરનેશનલ પોપ સ્ટાર એડ શીરનનું ભારતમાં કમબેક થઈ રહ્યું છે. તેની 2025ની ભારતીય ટૂર ફિક્સ થઈ છે. જેની ટિકિટ ટૂંક સમયમાં બુક કરાશે
30 નવેમ્બર, મુંબઈઃ બ્રિટિશ સંગીતકાર અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર એડ શીરનનો ભારત સાથે ખાસ સંબંધ છે. આટલા વર્ષોમાં તેણે ભારતમાં અનેક કોન્સર્ટ કર્યા છે. હવે ફરી એકવાર તે પોતાનો મ્યુઝિકલ કોન્સર્ટ કરવા ભારત આવી રહ્યો છે. આ વર્ષે માર્ચમાં તેની ટૂર પછી, એડ શીરને હવે વર્ષ 2025માં કોન્સર્ટની જાહેરાત કરી છે જેમાં ભારતના છ શહેરોનો સમાવેશ થાય છે. આ પ્રવાસને કારણે તે ભારત ઉપરાંત ભૂતાન, કતાર અને બહેરીનમાં પણ પરફોર્મ કરશે.
2025માં આ સ્થળોએ થશે કોન્સર્ટ
આ કોન્સર્ટ 30 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. તેના ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપતા ગાયકે કાર્યક્રમનું લોકેશન શેર કર્યું છે. જો તમે પણ ઈન્ટરનેશનલ પોપ સ્ટારના ગીતોના શોખીન છો અને તેના કોન્સર્ટને મિસ કરવા માંગતા નથી, તો તેની તારીખ અને ટિકિટ બુકિંગની તારીખો જાણી લો. એડ શીરનની 2025ની ભારતીય ટુરમાં છ શહેરોનો સમાવેશ થાય છે, જેમાં દિલ્હી, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, શિલોંગ અને ચેન્નઈ છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
- પહેલો શો 30 જાન્યુઆરીએ પુણેમાં યોજાશે
- બીજો શો 2જી ફેબ્રુઆરીએ હૈદરાબાદ
- ત્રીજો શો 5 ફેબ્રુઆરીએ ચેન્નઈ
- ચોથો શો 8મી ફેબ્રુઆરીએ બેંગલુરુ
- પાંચમો શો 12 ફેબ્રુઆરીએ શિલોંગ
- છઠ્ઠો શો 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી
આ શો માટેની ટિકિટો તમે 11 ડિસેમ્બર, 2024થી બુક માય શો પરથી ખરીદી શકશો.
આ પણ વાંચોઃ વિક્રાંત મેસીને IFFI 2024માં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ એનાયત