ટ્રેન્ડિંગમનોરંજન

Ed Sheeranની પંજાબી સાંભળીને ફેન્સ દિવાના થયા, દિલજીત દોસાંઝ સાથે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ

Text To Speech

મુંબઈ, 17 માર્ચ: Ed Sheeran આ દિવસોમાં મુંબઈમાં છે. જ્યાં તે ફરાહ ખાન, શાહરૂખ ખાન અને અરમાન મલિક જેવા સ્ટાર્સ મજાક-મસ્તી કરતા જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકન સિંગર એડ શીરન દિલજીત દોસાંઝનું ગીત ‘લવર’ ગાતા સાંભળી શકાય છે. આ વીડિયો બીજા કોઈએ નહીં પણ પંજાબી સુપરસ્ટાર સિંગર દિલજીતે ખુદ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ વીડિયો કર્યો શેર

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

પંજાબી સૉન્ગથી લોકોના દિલ પર રાજ કરનાર દિલજીત દોસાંઝે ઘણા હિન્દી ગીતોને પંજાબી ટચ સાથે ગાયા છે. Lover સૉન્ગ તેના ફેમસ ગીતોમાંનું એક છે. એડી શીરને મુંબઈમાં એક કોન્સર્ટ કર્યો હતો જેમાં દિલજીત અને એડ એક મંચ પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. દિલજીત સાથે એડનો વીડિયો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. એડ એ દિલજીત સાથે ફક્ત ‘લવર’ ગીત જ ન ગાયું, પરંતુ ગિટાર પણ વગાડ્યું છે. અમેરિકન સિંગરને પંજાબીમાં ગાતા જોઈને ભારતીય ફેન્સ અને સેલિબ્રિટીઝ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા હતા.

Ed Sheeranએ પણ દિલજીતે સાથેનો વીડિયો શેર કર્યો

 

View this post on Instagram

 

A post shared by Ed Sheeran (@teddysphotos)

દીલજીતે ઇન્સ્ટાગ્રામ પર એડ શીરન સાથે શેર કરેલા વીડિયો પર લખ્યું કે, ભાઈ પહેલીવાર પંજાબી ગીત ગાઈ રહ્યો છે… ચક દેયા ગયે…. આ ઉપરાંત એડ શીરને પણ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. મહત્ત્વનું છે કે, એડનો મ્યુઝિક કોન્સર્ટ એશિયા અને યુરોપના ટૂરનો હિસ્સો છે. તેના શોમાં ઘણા સેલેબ્સમાં માધુરી દીક્ષિત, ફરાહ ખાન અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત જોવા મળ્યા હતા. સેલેબ્સે ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સને આની ઝલક બતાવી છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંઝે શેર કર્યો અંબાણીની પાર્ટીનો ફની વીડિયો, સ્ટાર્સની હરકતો જોઈને લોટપોટ થઈ જશો

Back to top button