ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ચાર વર્ષમાં EDએ કેટલા હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી? જાણો આંકડો

  •  EDએ 4 વર્ષમાં કુલ 69,045.89 કરોડની રકમ જપ્ત કરી: કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં આપી માહિતી

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: દેશમાં છેલ્લા ચાર વર્ષમાં અપરાધીઓ અને અપ્રામાણિક બિઝનેસ ગૃહોની લગભગ 70 હજાર કરોડ રૂપિયાની બેનામી મિલકતો જપ્ત કરવામાં આવી હોવાનું સરકારે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું.

દેશની સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં વિપક્ષ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન નંબર 1347 માં ત્રણ સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના આજે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં લેખિતમાં જવાબ આપ્યા છે.

રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષ (01.04.2019 થી 31.03.2023) દરમિયાન, મહેસૂલ વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED) એ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ રૂ. 69,045.89 કરોડની બેનામી હવાલા રકમ જપ્ત કરવામાં આવી છે.

રાજ્યસભામાં આ પ્રશ્ન બિહાર ભાજપના સાંસદ સુશીલકુમાર મોદીએ પૂછ્યો હતો. સુશીલકુમાર મોદીએ આ સંદર્ભમાં વાસ્તવમાં ત્રણ પેટા પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કર્યા હતા. તેમણે રાજ્યસભામાં પ્રશ્નો પૂછ્યા હતા કે શું વડાપ્રધાન જવાબ આપશે કે,

(a) છેલ્લા ચાર વર્ષ દરમિયાન આર્થિક અપરાધીઓ અને ભાગેડુઓ પાસેથી રિકવર કરાયેલી કુલ સંપત્તિ (કેટલી છે)

(b) છેલ્લા ચાર વર્ષમાં ગુનેગારો અને ભાગેડુઓના પ્રત્યાર્પણની સંખ્યા (કેટલી છે); તથા

(c) 2014 થી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ અને ધ ફ્યુજીટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ અપરાધીઓ પાસેથી અટેચ કરેલી/જપ્ત કરાયેલી સંપત્તિઓ?

આ પ્રશ્નના જવાબમાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહએ ગૃહને જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષ (01.04.2019 થી 31.03.2023) દરમિયાન મહેસૂલ વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED) એ અસ્થાયી ધોરણે રૂ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ 69,045.89 કરોડની રકમ જપ્ત કરી છે. તે ઉપરાંત 01.01.2019થી અત્યાર સુધીમાં ઈડી દ્વારા ચાર વ્યક્તિઓનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સક્ષમ અદાલતો દ્વારા વધુ ત્રણ વ્યક્તિઓના સંબંધમાં પ્રત્યાર્પણના આદેશો પસાર કરવામાં આવ્યા છે.

તારીખ 01.01.2014થી 31.10.2023ના સમયગાળા દરમિયાન ઈડીની કચેરીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કુલ રૂપિયા 1,16,792 કરોડ જપ્ત કર્યા છે. તેમજ 16,637.21 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ધ ફ્યુજીટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અધિનિયમ, 2018 હેઠળ રૂપિયા 16,740.15 કરોડ અને તે અંતર્ગત 15,038.35 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ: હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

Back to top button