ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EDએ સાંસદ એ.રાજાની 15 બેનામી મિલકતો જપ્ત કરી

Text To Speech
  • સાંસદ એ. રાજા વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે કાર્યવાહી
  • 55 કરોડની મિલકત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ખરીદી હતી
  • એ.રાજા નીલગીરીથી લોકસભા સીટ સાંસદ છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે DMK સાંસદ એ. રાજા વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે કાર્યવાહી કરી હતી. જેમાં તપાસ દરમિયાન 55 કરોડની બેનામી સંપત્તિ સામે આવી છે. જે ED દ્વારા જપ્ત કરાઈ છે. બીજી તરફ, ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એ.રાજા વિરુદ્ધ આવક કરતાં વધારે સંપતિના મામલે PMLA હેઠળ તેમની બેનામી કંપની કોવાઈ શેલ્ટર્સ પ્રમોટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે 15 સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે.

રાજાએ 2007માં પોતાના પરિવારના સભ્યોના નામે કંપનીની સ્થાપના કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ શરૂઆતથી માંડી અત્યાર સુધી કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરી નથી. તપાસમાં ખુલાસો થયો હતો કે 45 એકરની રૂપિયા 55 કરોડની મિલકત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ખરીદવામાં આવી હતી. CBIના જણાવ્યા અનુસાર, એ. રાજા સામે ઓગસ્ટ 2022માં આવક કરતાં વધુ રૂ. 5.53 કરોડની સંપત્તિ એકત્ર કરવા બદલ પણ ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

EDએ PMLA ની કલમ 8(4)ની જોગવાઈઓનો ઉપયોગ કર્યો અને  20 ડિસેમ્બર, 2022 ના રોજ મિલકતોનો કબજો મેળવ્યો જેની જાણ પછીથી કરી છે. 2015માં સીબીઆઈએ એ.રાજા, તેમના ભત્રીજા પરમેશ, પત્ની પરમેશ્વરી સહિત 16 લોકો સામે કેસ નોંધ્યો હતો. જેમાં તેમના સહયોગી કૃષ્ણમૂર્તિ કે જેઓ કોવાઈ શેલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પણ છે તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 59 વર્ષીય રાજા હાલમાં નીલગીરી લોકસભામાંથી ડીએમકેના સાંસદ છે.

આ પણ વાંચો: સુરત સ્થિત કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસનો રેલો દુબઈ પહોંચ્યો

Back to top button