ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ગુજરાતની 19 પોસ્ટ ઓફિસમાં EDનું સર્ચ : મોટાપાયે ગેરરીતિ ઝડપાઈ

અમદાવાદ, 2 ડિસેમ્બર : ગુજરાતમાં પોસ્ટ ઓફિસોમાં બંધ થઇ ગયેલા રિકરીંગ ડિપોઝીટના 600થી વધુ ખાતા પુનઃ શરૂ કરી તેમાં નાણાકીય છેતરપિંડીનું કૌભાંડ બહાર આવતા ED દ્વારા ગઇકાલે રવિવારે 19 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂા.1 કરોડની રોકડ રકમ અને રૂા.1.50 કરોડની સ્થાવર મિલક્ત રિકવર કરી છે.

EDએ આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ગાંધીનગર દ્વારા નોંધાયેલી અનેક એફઆઇઆરના આધારે કેન્દ્રીય એજન્સી દ્વારા આ કેસોની તપાસ કરવામાં આવી હતી. તેના પરિણામે કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસે રવિવારે જણાવ્યું હતું કે તેણે 29 નવેમ્બરના રોજ રાજકોટ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસોમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગને લગતા પાંચ કેસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં 19 સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ગાંધીનગર દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે કેન્દ્રીય એજન્સી દ્વારા આ કેસોની તપાસ કરવામાં આવી હતી. આ દરોડા અને તપાસ દરમિયાન EDએ રૂ.1 કરોડ (અંદાજે) જેટલી રકમ જપ્ત કરી હતી. વધુમાં, રૂ.1.5 કરોડથી વધુની વિવિધ સ્થાવર મિલકતોની વિગતો રિકવર કરી છે.

એક કેસમાં આરોપી સબ પોસ્ટમાસ્તરોએ અન્ય લોકો સાથે કાવતરું રચીને કથિત રીતે કપટપૂર્વક 606 રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓ જે અગાઉ બંધ કરવામાં આવ્યા હતા તે ફરીથી ખોલ્યા અને પછી છેતરપિંડી આચર્યા બાદ બંધ કરી દીધા હતા. આમ, સરકારી નાણાંની રૂ.18.60 કરોડની રકમનો ગેરઉપયોગ કર્યો હતો.

બીજા કેસમાં આરોપી રાજકોટમાં મેંગણી સબ પોસ્ટ ઓફિસ, ગોંડલ ડિવિઝનમાં સબ પોસ્ટમાસ્ટરે તેની ફરજ વખતે અન્ય લોકો સાથે ગુનાહિત કાવતરું ઘડીને 16 ઓક્ટોબર,2019 થી 21 નવેમ્બર, 2022 વચ્ચે સરકારી નાણાની રૂ.9.97 કરોડની ઉચાપત કરી હતી. આરોપી જાહેર સેવકે કથિત રીતે યુટિલિટી ટૂલ દ્વારા નકલી ચૂકવણીઓ મેન્યુઅલી અપલોડ કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જૂના કિસાન વિકાસ પત્ર (KVP)ની મુખ્ય રકમ અને જૂની કેવીપી વ્યાજની રકમના હેડમાં મેંગણી સબ ઑફિસના દૈનિક વ્યવહારને અહેવાલમાં એસએપી ચડાવી દીધી હતી.

ત્રીજા કિસ્સામાં, કચ્છના ભુજમાં આવેલી રાવલવાડી પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓ એક વખત બંધ કરવામાં આવ્યા હતા, તે કથિત રીતે બે-ત્રણ વખત ઉચ્ચ મૂલ્ય સાથે અને જુદા જુદા થાપણદારોના નામે છેતરપિંડીના દસ્તાવેજો બનાવીને બંધ કરવામાં આવ્યા હતા. સ્વીકૃત રકમ જમા કરાવવાને બદલે, આરોપીઓએ બનાવટી આરડી ક્લોઝર ફોર્મ્સ પર ફરી રોકાણનો ઉલ્લેખ કરીને છેતરપિંડીભર્યા આરડી ખાતાઓની બંધ રકમને વિવિધ યોજનાઓ હેઠળ નવા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. રાવલવાડી કેસમાં, ઈડીના નિવેદન મુજબ, ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની બીજી તરકીબ એ હતી કે આરોપીઓ નવા ખાતા ખોલવા માટે તેમના ગ્રાહકો પાસેથી ડિપોઝિટ સ્વીકારતા હતા, જૂની પાસબુક/નવી નકલી પાસબુકનો ફરીથી ઉપયોગ કરીને તેમને પાસબુક ઈસ્યુ કરતા હતા, પરંતુ હકીકતમાં સિસ્ટમમાં તેમના નામે કોઈ ખાતું ખોલવામાં આવેલ નહીં.

ચોથા કેસમાં તે આરોપી કે જેઓ જામનગર ડિવિઝનની બે સુરજકરાડી સબ પોસ્ટ ઓફિસના તત્કાલીને સબ પોસ્ટ માસ્તર હતા, તેણે કથિત રીતે કસ જાણી જોઈને નકલી દસ્તાવેજનો અસલી તરીકે, નાણાકીય લાભના હેતુ માટે ઉપયોગ કર્યો હતો અને તે રીતે સરકારી નાણાનો દુરુપયોગ કરીને પોસ્ટને ખોટી રીતે રૂ.2.94 કરોડનું નુકસાન પહોંચાડયું હતું.

પાંચમા કેસમાં આરોપી ચોટીલા સબપોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ બેંક પોસ્ટલ આસિસ્ટન્ટ, સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે એલએસજી પોસ્ટલ આસિસ્ટન્ટ અને ચોટીલમાં સબ પોસ્ટ માસ્ટર ગુનાહિત કાવતરું ઘડયું હતું અને વિવિધ પ્રકારની પોસ્ટમાંથી કથિત રીતે નાણાંની ગેરરીતિ કરી હતી. પોસ્ટ ઓફિસોને ખોટી રીતે રૂ.1.57 કરોડનું નુકસાન પહોંચાડતા ખાતામાં જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો :- નાયબ મુખ્યમંત્રી પદની રેસમાં હું નથી, અફવા ઉપર ધ્યાન ન આપવું : મહારાષ્ટ્રમાં આ નેતાની મોટી જાહેરાત

Back to top button