ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાંચીમાં CM હેમંત સોરેનના નજીકના મિત્રના ઘરે EDએ દરોડા પાડ્યા

Text To Speech

રાંચી (ઝારખંડા), 03 જાન્યુઆરી 2024: ઝારખંડમાં ગેરકાયદે ખનન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ રાંચી અને રાજસ્થાનમાં 10 સ્થળો પર સર્ચ કરી રહી છે. જેમની શોધખોળ કરવામાં આવી તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદનો પણ સમાવેશ થાય છે. સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. EDની કાર્યવાહીનો સામનો કરી રહેલા અન્ય લોકોમાં હજારીબાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દુબે અને સાહિબ ગંજ જિલ્લા કલેક્ટર રામ નિવાસનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર રામ નિવાસનું ઘર રાજસ્થાનમાં છે. EDની ટીમ ત્યાં પણ સર્ચ કરી રહી છે.

હેમંત સોરેનને EDની ચેતવણી

કથિત જમીન કૌભાંડ સંબંધિત અન્ય એક કેસમાં EDએ શનિવારે હેમંત સોરેનને તેમનું નિવેદન નોંધવા માટે સાતમી વખત સમન્સ જારી કર્યું હતું. સમન્સમાં EDએ ઝારખંડના મુખ્યમંત્રીને ચેતવણી આપી હતી કે તેમની પાસે નિવેદન નોંધવાની છેલ્લી તક છે. EDએ કહ્યું, “અમે તમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 50 હેઠળ તમારું નિવેદન નોંધવાની છેલ્લી તક આપી રહ્યા છીએ, જે આ નોટિસ/સમન્સ મળ્યાના સાત દિવસની અંદર હોવી જોઈએ.”

આ સમન્સ ગેરકાયદેસર છે – હેમંત સોરેન

સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે અહેવાલ આપ્યો કે હેમંત સોરેને સમન્સને “ગેરકાયદેસર” ગણાવ્યા. EDને લખેલા પત્રમાં હેમંત સોરેને કહ્યું છે કે તેઓ પોતાની સંપત્તિની વિગતો આપી ચૂક્યા છે. ANIએ એક અજાણ્યા સ્ત્રોતને ટાંકીને કહ્યું કે સોરેને તેમને જારી કરાયેલા સમન્સના જવાબમાં EDને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સમન્સ ગેરકાયદેસર છે. તેણે ED પર સમગ્ર કેસની મીડિયા ટ્રાયલ કરવાનો આરોપ લગાવ્યો. તેના જવાબમાં સીએમ સોરેને કહ્યું કે તેઓ પહેલાથી જ મિલકતોની વિગતો આપી ચૂક્યા છે.

આ પણ વાંચો: પહેલીવાર EDની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ, મુશ્કેલીઓ વધી

Back to top button