ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજનમીડિયા

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો?

Text To Speech

મુંબઈ, 29 નવેમ્બર 2024 :     EDએ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર રેડ પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ED પોર્નોગ્રાફી કેસમાં માત્ર રાજ કુન્દ્રાના ઘરે જ નહિ પણ બીજા કેટલાક લોકોના ઘરોમાં પણ શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ તપાસ મોબાઈલ એપની મદદથી કન્ટેન્ટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલી છે.

2021માં ધરપકડ થઈ
EDની તપાસ 2021ના મુંબઈ પોલીસના કેસ પર આધારિત છે. જે કેસના કારણે ક્રાઈમ બ્રાન્ચે 2021માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ પછી રાજને 63 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સિટી કોર્ટે તેને જામીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ રાજ કુન્દ્રાએ તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

ED રાજ સુધી કેવી રીતે પહોંચી?
ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે મડ આઈલેન્ડ પર સ્થિત એક બંગલામાં દરોડો પાડ્યો હતો. દરોડામાં એ બંગલામાં એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ થતું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પોલીસે તે બંગલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફિલ્મો બનાવવા પાછળ રાજ કુન્દ્રાનો હાથ હતો.

આ પણ વાંચો : ગુજરાત: મહુવામાં રૂ.12 કરોડની કિંમતની ‘વ્હેલ માછલીની ઉલ્ટી’ છુપાવવી બે લોકોને ભારે પડી

Back to top button