ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના CM હેમંત સોરેનના દિલ્હીના ઘરે EDના દરોડા

Text To Speech
  • EDના અધિકારીઓ આ મામલે CM સોરેનની કરી શકે છે પૂછપરછ
  • અગાઉ EDએ CM હેમંત સોરેનનું તેમના નિવાસસ્થાને નિવેદન નોંધ્યું હતું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં સોમવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસસ્થાને દરોડા પાડયા છે. EDના અધિકારીઓ આ મામલે સીએમ સોરેનની પૂછપરછ કરી શકે છે. અગાઉ 20 જાન્યુઆરીએ કેન્દ્રીય એજન્સી EDએ મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું તેમના નિવાસસ્થાને નિવેદન નોંધ્યું હતું. આ બાદ, નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યા હતા કારણ કે તે દિવસે પૂછપરછ પૂર્ણ થઈ ન હતી. એજન્સી અનુસાર, આ તપાસ ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદેસર ફેરફાર કરવાના મોટા રેકેટ સાથે સંબંધિત છે. અગાઉ, EDએ જમીનના સોદા કૌભાંડમાં હેમંત સોરેનની પૂછપરછ માટે 29 થી 31 જાન્યુઆરી વચ્ચે સમય માંગ્યો હતો.

 

અગાઉ EDએ સીએમ હેમંત સોરેનને મોકલ્યા છે સમન્સ

EDએ 22 જાન્યુઆરીએ સમન્સ મોકલીને સીએમ હેમંત સોરેનને 25 જાન્યુઆરી, 2024 સુધીમાં એજન્સીને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે સમય અને સ્થળ નક્કી કરવા જણાવ્યું હતું. આ પછી ઝારખંડના સીએમ સોરેન રવિવારે જ ત્યાંથી દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હવે સોમવારે EDની ટીમ તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી છે.

મની લોન્ડરિંગ કેસમાં 14ની થઈ ચૂકી છે ધરપકડ

EDએ આ મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2011 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર છવી રંજનનો સમાવેશ થાય છે. તેણીએ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના નિયામક અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપી હતી.

આ પણ જુઓ: VIDEO: દિલ્હીના વેરહાઉસમાં આગ ફાટી નીકળતાં આશરે 500 વાહનો બળીને ખાક

Back to top button