EDએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે પાડ્યા દરોડા, જાણો સમગ્ર મામલો
EDએ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના ઘરો પર દરોડા પાડ્યા છે. EDએ તેના દિલ્હી અને ગુરુગ્રામ સ્થિત ઘરોમાં દરોડા પાડ્યા હતા .આ કાર્યવાહી મહેસૂલ ગુપ્તચર વિભાગની માહિતી દ્વારા કરવામાં આવી હતી.
હીરો મોટરકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે દરોડા
ED એ આજે હીરો મોટરકોર્પના ચેરમેન પવન મુંજાલ અને અન્ય લોકો પર રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) કેસની નોંધ લીધા બાદ દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ અનુસાર પવન મુંજાલના દિલ્હી અને તેના ગુરુગ્રામ સ્થિત ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ પડાયા હતા દરોડા
ઉલ્લેખનીય છે કે તાજેતરના ED દરોડા કંપની અને તેના ચેરમેન માટે તપાસની પ્રથમ ઘટના નથી. આવકવેરા વિભાગે ગયા વર્ષે માર્ચમાં કરચોરીની તપાસના ભાગરૂપે મુંજાલ અને તેની કંપની હીરો મોટરકોર્પ પર દરોડા પાડ્યા હતા. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર સ્થાનિક ઓટોમોબાઈલ કંપની Hero MotoCorp સરકારના રડાર પર છે.
આ પણ વાંચો : ભવાનીદાદા- આઝાદીની સંઘર્ષભરી કાળી રાત્રી અને સ્વતંત્ર ભારતની સોનેરી સવારની સજીવન સાબિતી
સમાચાર સામે આવ્યા બાદ હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો થયો
આ તાજેતરના દરોડા અને ચાલુ તપાસ હીરો મોટોકોર્પની કામગીરી, નાણાકીય કામગીરી અને ઉદ્યોગની પ્રતિષ્ઠાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં 3% થી વધુનો ઘટાડો થયો હતો.BSE પર બપોરે 1 વાગ્યે કંપનીનો શેર 3.45% ઘટીને રુ. 3092.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.હીરો મોટોકોર્પ ફ્લોટિંગ શેલ કંપનીઓ સહિત કથિત કોર્પોરેટ ગવર્નન્સ મુદ્દાઓ પર કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તપાસનો સામનો કરી રહી છે .
આ પણ વાંચો : અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા SP તરીકે શેફાલી બરવાલે સંભાળ્યો ચાર્જ