ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિક્ષક ભરતી કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, કોલકાતામાં 7 સ્થળોએ દરોડા

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 18 જાન્યુઆરી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલકાતામાં શિક્ષક ભરતી કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,ED અધિકારીઓ પશ્ચિમ બંગાળમાં શાળાઓમાં ભરતીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં કોલકાતા અને તેની આસપાસના સાત સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. તેમણે કહ્યું કે કૌભાંડમાં કથિત રીતે વચેટિયા તરીકે કામ કરતા લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ED અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, આ વચેટિયા પૈસા એકઠા કરતા હતા અને તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, વચેટિયાઓ અલગ-અલગ સરનામા પર પૈસા ટ્રાન્સફર કરતા હતા. આ માટે કાર્યવાહી કરાઈ રહી છે. મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોની સાથે, ED અધિકારીઓએ કોલકાતાના પૂર્વીય કિનારે ન્યુ ટાઉન અને નયાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલમાં, કથિત વચેટિયાઓના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું છે શિક્ષક ભરતી કૌભાંડ?

જ્યારે TMC નેતા પાર્થ ચેટર્જી બંગાળના શિક્ષણ પ્રધાન હતા, ત્યારે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (SSC)એ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. આ ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાની ફરિયાદ કોલકાતા હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તેઓને મેરિટ લિસ્ટમાં પણ ઊંચો ક્રમ આપવામાં આવ્યો હતો. જ્યારે EDએ આ મામલે તપાસ કરી ત્યારે તેમણે મમતા સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી. EDએ અર્પિતાના પરિસરમાંથી રૂ. 50 કરોડથી વધુ નાણાં અને કેટલાંક કિલો સોનું જપ્ત કર્યું હતું.

આ પણ વાંચો: કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર? ગોવાના પ્રવાસે જવાનો કાર્યક્રમ

Back to top button