સપાના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ EDનાં સંકજામાં, રેતી ખનન મામલે 13 સ્થળોએ દરોડા
નવી દિલ્હી, 14 માર્ચ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિના ઘરે દરોડા પાડ્યા હતા. અમેઠીમાં ગાયત્રી પ્રજાપતિના ઘર સહિત 13 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગાયત્રી પ્રજાપતિ યુપીના ભૂતપૂર્વ ખાણ મંત્રી છે. ખાણ કૌભાંડ અને બળાત્કારના કેસમાં 2017માં જેલમાં પણ હતા. ઉલ્લેખનીય છે કે ગાયત્રીની પત્ની મહારાજી પ્રજાપતિ હાલમાં ધારાસભ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી રહ્યા છે.
#WATCH | Enforcement Directorate conducts raid at the premises linked to former UP minister and Samajwadi Party leader Gayatri Prasad Prajapati in UP’s Amethi pic.twitter.com/aPflXBdt5k
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 14, 2024
EDની તપાસમાં ગાયત્રી પ્રજાપતિ પર રાજ્યના ખાણ મંત્રી હોવા દરમિયાન પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કરવાનો અને તેમના પરિવારના સભ્યો, નજીકના સહયોગીઓ અને મિત્રોના નામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ સંપત્તિ તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં અનેકગણી વધુ છે. જેના કારણે ED દ્વારા યુપી, મુંબઈ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દરોડાના કારણે ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન ગાયત્રી પ્રજાપતિની પત્ની મહારાજી દેવી અને નાનો પુત્ર અનુરાગ પ્રજાપતિ પણ ઘરમાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે EDએ ગાયત્રી પ્રજાપતિની મહિલા મિત્ર ગુડ્ડા દેવીના ઘરે પણ દરોડા પાડ્યા છે. અમેઠીના આવાસ વિકાસ કોલોની અને ગંગાગંજ વિસ્તારમાં પણ EDના દરોડા ચાલુ છે.
આ પણ વાંચો: સંદેશખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર EDની મોટી કાર્યવાહી, ચાર જગ્યાએ પાડયા દરોડા