કેજરીવાલ જ નહીં આખી AAPના વિરુદ્ધમાં એક્શનની તૈયારીમાં ED
દિલ્હી, 23 માર્ચ, 2024: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી પર હુમલો થયો છે. EDની કાર્યવાહી બાદ AAPએ કહ્યું કે દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
દિલ્હીની અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. હવે ઈડીનું આગામી નિશાન આમ આદમી પાર્ટીના કોઈ એક નેતા નહીં પણ આખી આમ આદમી પાર્ટી હોઈ શકે છે. PMLA અંતર્ગત ગઠિત વિશેષ અદાલત સમક્ષ સુનાવણી દરમિયાન એ વાતનો સંકેત આપવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે.
ઈડીએ દાવો કર્યો હતો કે, કથિત દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીએ ખાસી કમાણી કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા મની લોન્ડરીંગ કરાવવા માટે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર હોવાનો ફાયદો ઉઠાવ્યો છે. ઈડી તરફથી સોલિસિટર જનરલ જનરલ એસવી રાજૂએ કેજરીવાલના રિમાન્ડની સુનાવણી દરમિયાન અદાલતને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને વ્યક્તિગત અને પારસ્પરિક દાયિત્વ બન્ને કારણોસર પકડવામાં આવ્યા છે. અદાલતમાં પહેલીવાર ઈડીને આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરીંગનો અપરાધ આચર્યો છે.
ઈડીનો આરોપ છે કે, કેજરીવાલ વર્ષ 2022માં આમ આદમી પાર્ટીની ગોવા ચૂંટણી પ્રચાર અભિયાનમાં અપરાધથી ભેગી કરેલી કમાણીના કરેલા ઉપયોગમાં સામેલ હતા. તેઓ પાર્ટીના સંયોજક તેમજ તેના નિર્ણય લેનારા શીર્ષ વ્યક્તિ છે. એજન્સીએ અદાલતમાં જણાવ્યું કે, ગોવાની ચૂંટણી દરમિયાન આપની ચૂંટણી પ્રચાર ગતિવિધિઓ સાથે જોડાયેલા અલગ-અલગ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા અને તેમાં એવું જાણવા મળ્યું હતું કે, તમામ કર્મચારી, ક્ષેત્ર આયોજક, વિધાનસભા આયોજક જેવા કામ કરવા માટે તેમને રોકડા રૂપિયા આપવામાં આવ્યા હતા.
સૂત્રો મુજબ, ઈડીએ આમ આદમી પાર્ટીને પણ આરોપી તરીકે શામેલ કરવા મુદ્દે વિચાર કરી શકે છે. જો એવું થાય તો આ એક મોટો ઘટનાક્રમ હશે. કારણકે, ઈડી દ્વારા તપાસ અંતર્ગત કંપનીની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. PMLAની કલમ 70 કંપનીઓ દ્વારા કરેલા અપરાધો સાથે સંબંધિત છે.
અંદાજીત બે વર્ષ જૂના મામલે ઈડીએ પહેલીવાર કહ્યું છે કે, દિલ્હી દારૂ કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીએ અપરાધથી મેળવેલી રકમનો ઉપયોગ કર્યો હતો. તેના ભાગરૂપે મળેલા અંદાજીત 45 કરોડ રૂપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કર્યો હતો.
ઈડીએ કહ્યું કે, આપના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય રૂપે કેજરીવાલે ચૂંટણીના ખર્ચમાં ઉપયોગ કરાયેલી રકમ માટે જવાબદાર હતા. ઈડીને કહ્યું કે, ગયા વર્ષે આપના રાજ્યસભાના સદસ્ય અને રાષ્ટ્રીય કૌષાધ્યક્ષ એનડી ગુપ્તાનું નિવેદન નોંધ્યું હતું, જેમણે એજન્સીને જણાવ્યું હતું કે, કેજરીવાલ પાર્ટીના પ્રભારી છે. પરંતુ, ચૂંટણી ખર્ચ નક્કી કરવા માટે રાષ્ટ્રીય કાર્યકારિણી અથવા રાજનૈતિક મામલાની સમિતિની કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ આમ આદમી પાર્ટની મોટી ગતિવિધિઓને સંચાલિત કરે છે.
આ પણ વાંચો : દિલ્હી લિકર પોલિસી કેસમાં BRS નેતા કવિતાને કોઈ રાહત નહીં, કોર્ટે 3 દિવસના રિમાન્ડ લંબાવ્યા